Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Neeraj Chopra Biopic માં આ અભિનેતા તેમનો કિરદાર અદા કરશે

Neeraj Chopra Biopic Movie : તેઓ મારી ભાષાને પણ ખુબ જ સરસ રીતે બોલી શકશે
neeraj chopra biopic માં આ અભિનેતા તેમનો કિરદાર અદા કરશે
  • Biopic વિવિધ ઉતાર ચડાવથી તૈયાર થાય છે
  • તેઓ મારી ભાષાને પણ ખુબ જ સરસ રીતે બોલી શકશે
  • Biopic માટે ખૂબ જ સાવચેતીપૂર્વક નિર્ણય લેવા માંગે છે

Neeraj Chopra Biopic Movie : Neeraj Chopra એ તાજેતરમાં તેમની જીવનગાથા ઉપર ફિલ્મ બનાવવામાં આવશે, તો તેમાં બોલિવૂડના અનેક સિતારોમાંથી કોણ ભૂમિકા અદા કરી શકે છે, તે સુપરસ્ટારની ધોષણા કરી હતી. જોકે આ Neeraj Chopra એ આ અભિનેતાનું નામ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. કારણ કે... Neeraj Chopra ના ચાહકો લાંબા સમયથી તેના જીવનગાથા ઉપર બનાવવામાં આવેલી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

Biopic વિવિધ ઉતાર ચડાવથી તૈયાર થાય છે

Neeraj Chopra એ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, મારા મંત પ્રમાણે Biopic ત્યારે બનવી જોઈએ. જ્યારે કોઈ ખેલાડી ખેલક્ષેત્રે રિટાયર થાય છે. તે ઉપરાંત એક સફળ Biopic વિવિધ ઉપલબ્ધિયો અને અસફળતાઓના સમન્વયથી તૈયાર થાય છે. કારણ કે... એક ખેલાડી અથવા એથલિટ પોતાના જીવનકાળ દરમિયાન વિવિધ અસફળતા અને સફળતાઓને મેળવતો હોય છે. આપણે ઉપલબ્ધિઓ આધારિત ફિલ્મો જોઈ છે. જેમાં દરેક ખેલાડીએ દેશ માટે કંઈક કરી બતાવ્યું હોય છે.

આ પણ વાંચો: ગોધરા કાંડનું સત્ય થશે ઉજાગર! The Sabarmati Report આ તારીખે થશે રિલીઝ

Advertisement

તેઓ મારી ભાષાને પણ ખુબ જ સરસ રીતે બોલી શકશે

Neeraj Chopra એ પોતાની Biopic વિશે વધુ જણાવ્યું છે કે, હું ઈચ્છું છું કે મારી Biopic માં અભિનેતા રંદીપ હુડ્ડા સારી રીતે પાત્ર નિભાવી શકે છે. કારણ કે... રંદીપ હુડ્ડાએ ખુબ જ કુશળ અભિનેતા છે. તે ઉપરાંત તે પોતે હરિયાણાની ધરતી ઉપર જન્મેલા છે. તે ઉપરાંત તેઓ મારી ભાષાને પણ ખુબ જ સરસ રીતે બોલી શકશે. જોકે શક્ય હશે, તો હું ખુદ મારી જીવનગાથા ઉપર બનાવવામાં આવેલી ફિલ્મ પાત્ર નિભાવીશ.

Advertisement

Biopic માટે ખૂબ જ સાવચેતીપૂર્વક નિર્ણય લેવા માંગે છે

Neeraj Chopra ના આ શબ્દો સૂચવે છે કે તે તેમની Biopic ને લઈને ખૂબ જ સાવચેતીપૂર્વક નિર્ણય લેવા માંગે છે. જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તેની કારકિર્દીની આખી વાર્તાને દર્શકો સામે લાવવી યોગ્ય રહેશે. આનાથી તેમના ચાહકોને પ્રેરણા તો મળશે જ, પરંતુ ભારતીય એથ્લેટિક્સને પણ નવી દિશા મળશે.

આ પણ વાંચો: Rhea Chakraborty ને મળી રાહત, વાંચો સમગ્ર મામલો

Tags :
Advertisement

.