Bollywood News : 'તારી ફિગર જોરદાર છે...' આ અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રી વિશે કર્યો ખુલાસો, ડિરેક્ટરે આપી હતી વિચિત્ર ઓફર
Nehal Vadoliya Casting Couch : મનોરંજન જગત (Entertainment Industry) ની ઝાકઝમાળ પાછળ છુપાયેલું એક કાળું સત્ય ફરી એકવાર સામે આવ્યું છે. લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહલ વડોલિયા (Nehal Vadoliya) એ ઇન્ડસ્ટ્રીના એક અત્યંત ડરામણા અને ચોંકાવનારા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. અભિનેત્રીએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, કેવી રીતે એક પ્રખ્યાત ડાયરેક્ટરે કામ આપવાના બહાને તેને ફસાવવાનો અને તેના સાથે અશ્લીલ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.
Nehal Vadoliya Casting Couch : કામના બહાને કારમાં બોલાવી અશ્લીલ માંગણી
નેહલ વડોલિયાએ એક પોડકાસ્ટમાં વર્ષ 2018 નો કિસ્સો શેર કરતા જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં નવા આવેલા કલાકારોને કામ આપવાના લોભમાં ફસાવવા એ એક પ્રકારનું કૌભાંડ બની ગયું છે. તે સમયે એક જાણીતા ડાયરેક્ટરે તેને કામની ચર્ચા કરવાના બહાને મલાડમાં પોતાની કારમાં મળવા માટે બોલાવી હતી. નેહલે ચોંકાવનારો ખુલાસો કર્યો કે જ્યારે તે કારમાં ડાયરેક્ટરને મળી, ત્યારે તે વ્યક્તિએ તેને એક છોકરીનો અશ્લીલ વીડિયો બતાવ્યો અને દાવો કર્યો કે તે છોકરી દુબઈમાં ઘણા ક્લાયન્ટ્સ સાથે કામ કરીને ખૂબ જ ટૂંકા સમયમાં માતબર રકમ કમાઈ રહી છે.
'તમારું ફિગર ખૂબ સરસ છે'
આટલું જ નહીં, તે ડાયરેક્ટરે અભિનેત્રીના શારીરિક દેખાવ પર અભદ્ર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "તમારું ફિગર (Body Figure) ખૂબ જ સરસ છે, જો તમે કહો તો મારી પાસે તમારા માટે ઘણા ક્લાયન્ટ્સ છે, તમે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં વધુ પૈસા આ રીતે કમાઈ શકશો." આ પ્રકારની ગંદી માંગણી સાંભળીને નેહલ સ્તબ્ધ થઈ ગઈ હતી. તેણે ડાયરેક્ટરને તુરંત જ પૂછ્યું કે તમે મને આ બધું શું કામ બતાવી રહ્યા છો? ત્યારબાદ તે કોઈ પણ ક્ષણનો વિલંબ કર્યા વિના કારમાંથી નીચે ઉતરીને ત્યાંથી જતી રહી હતી.
યુવતી માટે જીવનભરનો એક ટ્રોમા : નેહલ
નેહલે વધુમાં જણાવ્યું કે આ અનુભવ કોઈપણ યુવતી માટે જીવનભરનો એક ખરાબ ટ્રોમા (Trauma) બની જાય છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા ઉગતા કલાકારો માટે આવા લોકો શિકારીની જેમ કામ કરે છે. તે એક એવી ઘટના હતી જેણે તેના મન પર ઊંડી અસર છોડી છે. આ ખુલાસો કરીને તેણે અન્ય યુવતીઓને પણ સાવધ રહેવાની અપીલ કરી છે. મનોરંજન જગતમાં આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, જે દર્શાવે છે કે આ ચકાચૌંધ પાછળ કેટલું અંધારું છુપાયેલું છે.
આ પણ વાંચો : Jab We Met : હીરોઈન હું લાવ્યો, મને જ બહાર કરી દીધો, દેઓલનો વર્ષો પછી ચોંકાવનારો ખુલાસો


