Nepal-China Border પર લેન્ડસ્લાઈડમાં ફસાઈ હતી ગુજરાતી એક્ટ્રેસ, દીકરીને ભેટીને ચોધાર આંસુએ રડી!
Nepal-China Border: નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh) કૈલાશ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra) દરમિયાન નેપાળ-ચીન સરહદે ભૂસ્ખલનમાં (Landslide) ફસાયા બાદ સુરક્ષિત મુંબઈ પરત ફરી છે. મુંબઈ એરપોર્ટ પર પતિ પાર્થિવ ગોહિલ (Parthiv Gohil) અને દીકરી નિર્વી (Nirvi) સાથે તેનું અત્યંત ભાવુક મિલન થયું હતું. માનસીએ સોશિયલ મીડિયા પર પોતાની કઠિન મુસાફરીની વિગતો શેર કરી છે.
Advertisement
Nepal-China Border: નેપાળ અને ચીનની સરહદ પર પૂર અને ભૂસ્ખલન (Landslide)ના કારણે સર્જાયેલી કુદરતી હોનારતમાં કૈલાશ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra)એ ગયેલા અનેક યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. આ કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતી સિનેમાની જાણીતી અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh) પણ ત્યાં અટવાઈ ગઈ હતી. જોકે, તમામ મુશ્કેલીઓ પાર કરીને તે સુરક્ષિત રીતે મુંબઈ (Mumbai) પરત ફરી છે.

