કોમેડિયન ભારતીસિંહ અને હર્ષના ઘરે ટૂંક સમયમાં કિલકારીઓથી ગૂંજશે. ત્યારે આ ટેલિ સ્ટાર કપલે નવા મહેમાનના આગમન માટે પોતાનું ઘર સજાવવા માંડ્યું છે. નાના મહેમાનને આવકારવા માટે કપલે તૈયાર કર્યો છે. એક ખાસ રુમ, જેના કેટલીક તસ્વીરો પણ કપલે ફેન્સ સાથે શેર કરી હતી. બાળકના જન્મ પહેલાં બેબી વેલકમની તૈયારીઓપોતાના જોક્સ અને ફની અંદાજથી લોકોને હસાવનાર ભારતી સિંહ ટૂંક સમયમાં માતા બનવા જઇ રહ્યી છે. હાલમાં તે મધરહુડ પિરિયડ એન્જોય કરી રહી છે. ફની જોક્સ અને ફની સ્ટાઈલથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર કોમેડી ક્વીન ભારતી સિંહ જલ્દી જ પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. ભારતી અને હર્ષ બંન્ને બાળકના જન્મને લઈને બંને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. ભારતીએ તેના બાળકના જન્મ પહેલા તેના સ્વાગત માટે ખાસ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે,ભારતીએ પોતાના ઘરમાં આવનાર નાના બાળક માટે એક ખાસ રૂમ તૈયાર કર્યો છે.પુત્ર કે પુત્રી બંન્નેને આવકારવા આતુર છે કપલભારતી સિંહે તેની યુટ્યુબ ચેનલ LOL (Life of Limbachiyaa) પર તેના બાળકની સુંદર નર્સરીની એક ઝલક ચાહકો સાથે શેર કરી હતી. કપલે રૂમને છોકરી અને છોકરા બંનેના રંગોથી સજાવ્યો છે. રુમમાં વોલના રંગોમાં આ કપલે ગુલાબી અને આછો વાદળી રંગ રાખ્યો છે, કારણ કે ભારતીનું માનવું છે કે તેને હજુ સુધી બાળકનું જેન્ડર ખબર નથી, તેથી તેણે છોકરી અને છોકરા બંનેના રંગો સાથે રૂમ સજાવી રાખ્યો છે. એકદમ ક્યૂટ દેખાય છે ભારતીનો બેબી રૂમભારતીએ તેના બાળકના રૂમમાં ગુલાબી અને આછા વાદળી રંગમાં બનાવેલા કબાટથી સજાવ્યો છે. રૂમમાં સફેદ પડદા અને મરૂન પલંગ પણ છે. રૂમમાં વ્હાઇટ પડદાં અને સ્પેશિયલ કાઉચ પણ સજાવ્યું છે. હર્ષે પોતાના બાળકનો રૂમ પહેલીવાર જોયા પછી એકદમ અલગ રિએક્શન આપ્યું હતું. તેના બાળકનો રૂમ જોઈને આનંદ થયો, પણ આ રૂમ 12-13 વર્ષની છોકરી જેવો દેખાય છે, જે બાર્બી લવર છે. આ પછી હર્ષે કબાટ પર લાગેલા ડાઘાને લઈને ભારતીની મજાક પણ ઉડાવી હતી. ભારતી અને હર્ષના પ્રેમથી ભરપૂર ખાટાં-મીઠો અંદાજ અને કપલનો બેબી રૂમ ફેન્સને ઘણો પસંદ પડી રહ્યો છે.