અભિનેત્રી વિદ્યા બાલન અને શેફાલી શાહ અભિનિત 'જલસા' ફિલ્મનું એમેઝોન પ્રાઇમ વિડીયોએ ટ્રેલર લોંચ કર્યું છે. જેણે લોકોમાં ઉત્કંઠા જગાવી છે. ફિલ્મમાં વિદ્યા બાલન અને શેફાલી શાહ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં ફિલ્મની રિલીઝ ડેટનું પણ એલાન કરવામાં આવ્યું છે. ઘણા લાંબા સમય પછી વિદ્યા બાલન પરદા પર પાછી ફરી છે. ફિલ્મનું ટ્રેલર જોતાં ફિલ્મમાં થ્રીલર અને ડ્રામા જોવા મળી શકે છે.હાઇપ્રોફાઇલ અકસ્માતની વાર્તાઆ ફિલ્મની વાર્તા એક પત્રકારની આસપાસ ફરી રહી છે. જેમાં ડ્રામા અને થ્રીલર જોવા મળશે. એક યુવતીનો અકસ્માત થાય છે અને પાછળથી આ કેસ હાઇપ્રોફાઇલ બને છે. ફિલ્મનું ટ્રેલર પહેલી નજરમાં અમીટ છાપ છોડી જાય તેવું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ઘણા રિવ્યુમાં તેના વખાણ કરવામાં આવ્યા છે. ટ્રેલરના રિવ્યુમાં ફિલ્મ એક વાર જોવાલાયક હોવાનું તથા વિદ્યા બાલન અને શેફાલી શાહની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા છે. ટ્રેલર લોકોને ગમ્યું છે અને ફિલ્મના થ્રીલ વિશે ઉત્કંઠા જોવા મળી રહી છે. ટ્રેલરનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. ટ્રેલરમાં ફિલ્મનું સસ્પેન્સ પણ જળવાઇ રહ્યું છે જેથી લોકો ફિલ્મ જોવા આકર્ષાઇ શકે છે. ફિલ્મમાં વિદ્યા બાલન પત્રકાર અને શેફાલી શાહે હાઉસ વાઇફની ભૂમિકા ભજવી છે. ફિલ્મ 18 માર્ચ, 2022ના દિવસે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. ટ્રેલરે ઉત્કંઠા જગાવી ફિલ્મને સુરેશ ત્રિવેણીએ ડિરેક્ટ કરી છે. આ પહેલા વિદ્યા બાલને સુરેશની સાથે 2017માં 'તુમ્હારી સુલુ'માં કામ કર્યું હતું પણ તેણે બોકસ ઓફિસ પર ખાસ સારું પ્રદર્શન કર્યું ન હતું. એમેઝોન પ્રાઇમ વિડીયો વિદ્યા બાલનની આ પહેલા ત્રણ ફિલ્મો રિલીઝ કરી ચૂકી છે. ફિલ્મમાં વિદ્યા બાલન , શેફાલી શાહ સિવાય માનવ કૌલ, રોહિણી હટ્ટગંડી, ઇકબાલ ખાન, વિધાત્રી બંદી, શ્રીકાંત મોહન યાદવ, શફીન પટેલ સહિતના કલાકારો પણ અભિનય કરી રહ્યા છે. ટ્રેલરે લોકોમાં ફિલ્મ વિશે ઉત્કંઠા જગાવી છે.