ઘણીવાર ફિલ્મ ગમે તેવી હોય, તેના ડાયલોગ્સ હિટ રહે છે. તાજેતરમાં દેશભક્તિના વિષય પર બની રહેલી ફિલ્મ 'મેરા ભારત મહાન' હિટ કે ફ્લોપ થશે તેનો નિર્ણય ફિલ્મની રિલીઝ પર થશે. પરંતુ હાલમાં રિલઝ થયલા ટ્રેલરમાં ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ જોરદાર દેખાઈ રહ્યા છે. રિલિઝ થયેલાં ટિઝરમાં 'મેરા ભારત મહાન'નું ટ્રેલર રિલીઝ, રવિ કિશન-પવન સિંહ દમદાર રોલમાં જોવા મળ્યાં છે.ભોજપુરી સિનેમાના બે દિગ્ગજ કલાકારો રવિ કિશન અને પવન સિંહ સ્ક્રીન પર એકસાથે ચમકી રહ્યાં છે. ટૂંક સમયમાં આ જોડી 'મેરા ભારત મહાન' ફિલ્મમાં લોકોનું મનોરંજન કરતા જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં તેની એક ઝલક જોઇ શકાય છે. ટ્રેલર વર્લ્ડવાઈડ રેકોર્ડ્સ ભોજપુરીની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે જેને થોડા કલાકોમાં લાખો વ્યૂ મળી રહ્યા છે.