લતા મંગેશકરજી સાથે જોડાયેલી કેટલીક જાણી અજાણી વાતો તમને જણાવીએ. તેમની સાથે જોડાયેલા એવા 6 કિસ્સા જે અમર થઇ ગયા છે.એ મેરે વતન કે લોગો..લતા મંગેશકરે ગાયેલા સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક છે 'એ મેરે વતન કે લોગોં...પહેલા લતાજીએ કવિ પ્રદીપ દ્વારા લખાયેલા આ ગીત ગાવાની ના પાડી દીધી હતી, કારણ કે તેઓ રિહર્સલ માટે સમય આપી શકતા ન હતા.જો કે પાછળથી કવિ પ્રદીપે લતાજીને આ ગીત ગાવા માટે માટે મનાવી લીધા હતા. આ ગીતની પ્રથમ રજૂઆત 1963માં દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં થઇ હતી. લતા તેમના બહેન આશા ભોંસલે સાથે આ ગીત ગાવા માગતા હતા. બંનેએ સાથે ગીતનું રિહર્સલ પણ કર્યું હતું. પરંતુ દિલ્હી જવાના એક દિવસ પહેલા આશાએ આ ગીત ગાવવા માટે દિલ્હી જવાની ના પાડી દીધી હતી. લતા મંગેશકરે એકલા જ આ ગીતને પોતાનો અવાજ આપ્યો અને આ ગીત અમર થઈ ગયું.અટલજીની આ વાત સાંભળીને લતા આશ્ચર્યચકિત થઈ ગયા હતાંપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી અને લતા મંગેશકર એકબીજાનું ખૂબ જ સન્માન કરતા હતા. અટલજી લતા મંગેશકરજીને પોતાના દીકરી માનતા હતા. લતા તેમને દાદા કહેતા હતા. બંને સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો છે. લતા મંગેશકરે અટલજીને પણ પોતાના પિતાના નામ પર આવેલી દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. જ્યારે અટલજીએ સમારોહના અંતે પોતાનું ભાષણ આપ્યું, આ સમયે તેમણે કહ્યું હતું કે, 'તમારી હોસ્પિટલ સારી ચાલે એવું હું તમને નથી કહી શકતો, આ કહેવાનો અર્થ એ છે કે લોકો વધારે બીમાર પડે. આ સાંભળીને લતાજી ચોંકી ગયા અને કંઈ બોલી શક્યા ન હતાં.જ્યારે લતાજીએ તેમના સૌથી ખરાબ સમયનું વર્ણન કર્યુંએક સમયે લતા મંગેશકરને સ્લો પોઈઝન (ધીમું ઝહેર) આપવામાં આવતું હોવાની વાત વારંવાર મીડિયામાં આવતી હતી. ઘણા સમય પછી લતાજીએ આ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ વાત વર્ષ 1963ની છે. જ્યારે હું ખૂબ જ નબળાઈ અનુભવી રહ્યી હતી. હું પથારીમાંથી પણ ઊઠી શકતી ન હતી. જ્યારે લતાજીને આ અંગેની વાસ્તવિક્તા પૂછવામાં આવી કે, શું ડૉક્ટરોએ તેમને કહ્યું હતું કે તેઓ ફરી ક્યારેય ગાઇ નહીં શકે? ત્યારે લતાજીએ કહ્યું, ' આ વાત સાચી નથી. લોકોમાં ભ્રમ ફેલાયો છે. કોઈ ડોક્ટરે મને કહ્યું નથી કે, હું ગીત ગાવા માટે સક્ષમ નથી. મેં ક્યારેય મારો અવાજ ગુમાવ્યો નથી. મે ત્રણ મહિના પછી ગીત રેકોર્ડ કરવાનું શરૂ કર્યો હતું. અને હેમંત દા સાથે રેકોર્ડિંગ રહ્યું હતું.ઘર ચલાવવા માટે કર્યો હતો અભિનયલાતાજીએ ઘર ચલાવવા અને તેમના ભાઈ-બહેનોની સંભાળ રાખવા માટે ફિલ્મોમાં મજબૂરીથી કામ કર્યુ હતું. તેમના પિતાનું 1942માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ત્યારે તેઓ માત્ર 13 વર્ષના હતા. ભાઈ-બહેનમાં સૌથી મોટા હોવાથી ઘર ચલાવવાની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં તેમને નાની ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું. લતાએ પહેલીવાર 1942માં ફિલ્મ 'પહેલી મંગલાગૌર'માં અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં તેમણે મુખ્ય અભિનેત્રી સ્નેહપ્રભા પ્રધાનની નાની બહેનની ભૂમિકા ભજવી હતી. આ પછી લતાએ ચિમુકલા સંસાર (1943), માજે બલ (1944), ગજાભાઉ(1944), જીવન યાત્રા (1946), અને બડી મા (1945) જેવી ફિલ્મોમાં કામ કર્યું.દિલીપ કુમાર અવાજ સાંભળીને બોલ્યાં હતાં કે...એકવાર લતાજીના ગુરુ ગુલામ હૈદર સાહબ, લતા મંગેશકર અને દિલીપ કુમાર મુંબઈની લોકલ ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. મોકો જોઇને હૈદરે વિચાર્યું કે દિલીપ કુમારને લતાજી ગીત ગાઇને તેમનો સુરીલો અવાજ સંભળાવે અને કદાચ એ પછી તેમને કોઈ કામ મળી જાય.લતાજીએ ગાવાનું શરૂ કર્યું કે તરત જ દિલીપ કુમારે તેમને અટકાવ્યા અને કહ્યું કે, મરાઠી અવાજમાં 'દાલ-ભાત'ની ગંધ આવે છે. તે લતાજીના ઉચ્ચારણ વિશે કહેવા માંગતા હતા. આ પછી, લતાજીએ હિન્દી અને ઉર્દૂ શીખવા માટે એક શિક્ષક પાસે તાલીમ લીધી અને તેમના ઉચ્ચારણમાં સુધારો કર્યો. બાદમાં દિલીપ કુમાર પણ તેમના અવાજના ચાહક બની ગયા.ઘણા લોકોએ તેમના અવાજને પાતળો અને નબળો ગણાવ્યો હતોલતાજીની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઘણા લોકોએ તેમના અવાજને પાતળો અને નબળો ગણાવીને રિજેકટ કરી દીધો હતો. તેમના અવાજને પાતળો ગણાવનાર પ્રથમ વ્યક્તિ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા એસ. મુખર્જી હતા.એકવાર લતાજીના ગુરુ ગુલામ હૈદરે ફિલ્મ નિર્માતા એસ.મુખર્જીને દિલીપ કુમાર અને કામિની કૌશલની ફિલ્મ 'શહીદ'માં ગીત ગાવવા માટે લતાજીનો અવાજ સંભળાવ્યો હતો. મુખર્જીએ પહેલા તેમનું ગીત ધ્યાનથી સાંભળ્યું અને પછી કહ્યું કે, તેઓ તેમની ફિલ્મમાં લતાજીને કામ આપી શકશે નહીં, કારણ કે તેમનો અવાજ વધારે પડતો પાતળો છે.