સાઉથની એભિનેત્રી સામંથાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિડીયા અહેવાલો અનુસાર નયનતારા પછી ગઈ છે. સામંથા સાઉથની બીજી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઇ છે. સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથાએ શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂરા કર્યા છે. સામંથાની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. ફિલ્મો, વેબ સિરીઝમાં ધમાલ મચાવતું સામંથાનું ગીત ઓઓ અંતાવા તાજેતરમાં ખૂબ જ હિટ બન્યું હતું. સાઉથના ટોચના નિર્માતાઓની વિશ લિસ્ટમાં સામંથા ટોચ પર છે. બેક ટુ બેક સફળતાને જોતા, એવા અહેવાલો આવી રહ્યાં છે કે સામંથાએ તેની ફી વધારી દીધી છે.સામંથાના ફેન્સ માટે સારા સમાચાર નયનતારા પછી સમંથા દક્ષિણની બીજી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમંથા હવે તેની ફિલ્મો માટે 3-5 કરોડ ચાર્જ કરી રહી છે. તેની ફી વધારવાની માગ પ્રોડક્શન હાઉસ પર આધારિત છે. સામંથાએ તેના સુપરહિટ ગીત ઓ અંતાવા માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતાં. રાણી શકુંતલાના રોલમાં ચમકશેસામંથા આગામી ફિલ્મમાં રાણી શકુંતલાના રોલમાં જોવા મળશે. પૌરાણિક ફિલ્મ શકુંતલમની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સામંથાની તમિલ ફિલ્મ 'કાથુવાકુલા રેન્દુ કાધલ ''પર પણ કામ ચાલી રહ્યું છે. તેની પાસે બીજાં પણ અનેક પ્રોજેક્ટ છે જેના પર તે કામ કરી રહી છે. સામંથા ટૂંક સમયમાં બોલિવુડમાં એન્ટ્રી કરશેસામંથાએ વર્ષ 2010માં અભિનયની શરૂઆત કરી હતી. સમંથા તેના પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે ફિલ્મ ''યે માયા ચેસાવે' માં જોવા મળી હતી. સામંથાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારથી જ આ અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. સામંથા હાલમાં જ તેના પતિ નાગા ચૈતન્યથી અલગ થવાના કારણે પણ સમાચારોમાં આવી હતી. સામંથા-નાગા ચૈતન્યના લગ્ન તૂટવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા