Mukesh Ambani ના બર્થડે પર Nita Ambaniએ પહેરી લાલ સાડી, રોયલ લૂક જોઈ ફેન્સ થયા ફિદા!
- Mukesh Ambani ના જન્મદિવસે પરિવાર પહોંચ્યો મંદિર
- Nita Ambani ના લાલ સાડી લૂકે જગાવી ધૂમ
- અક્ષય તૃતીયા અને બર્થડેનું ખાસ સેલિબ્રેશન
- ટેમ્પલ જ્વેલરી અને ઓર્ગેન્ઝા સાડીમાં જોવા મળ્યો રોયલ અંદાજ
- સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની તસવીરો વાયરલ
Nita Ambani Red Saree Look : દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના જન્મદિવસે સમગ્ર અંબાણી પરિવાર મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરે (Siddhivinayak Temple) બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. આ ખાસ પ્રસંગે નીતા અંબાણી (Nita Ambani Red Saree Look) એ પોતાના ટ્રેડિશનલ લૂકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. લાલ રંગની સુંદર સાડી અને ભારે સોનાના હારમાં સજ્જ નીતા અંબાણીની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
Nita Ambani Red Saree Look : સાડીની વિશેષતા
નીતા અંબાણીએ આ અવસરે લાલ રંગની હાથથી વણેલી (Hand-woven) ઓર્ગેન્ઝા સિલ્ક સાડી પહેરી હતી. સાડીના પલ્લુ પર બારીક ફ્લોરલ એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી, જે તેને અત્યંત ક્લાસી અને એલિગન્ટ લૂક આપતી હતી. તેમણે પલ્લુને ખભા પર ટક કરીને ખૂબ જ ગ્રેસફુલ રીતે સાડીને ડ્રેપ કરી હતી. સાડી સાથે મેચિંગ હાફ સ્લીવ્સ બ્લાઉઝ તેમના આખા આઉટફિટને રોયલ ફિલ આપી રહ્યું હતું.
View this post on Instagram
શાહી જ્વેલરી અને મેકઅપ
નીતા અંબાણીના આ લૂકમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની જ્વેલરી (Jewellery) રહી હતી. તેમણે હીરાને બદલે સોનાના દાગીના પસંદ કર્યા હતા. તેમણે પહેરેલો 'રાણી હાર' ટેમ્પલ જ્વેલરીથી પ્રેરિત હતો, જેમાં સોનાના સિક્કા જડેલા હતા. આ ઉપરાંત મોટા સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ, ગોલ્ડ રિંગ અને લાલ-ગોલ્ડન બંગડીઓએ તેમના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. કપાળ પર લાલ બિંદી અને સેંથામાં સિંદૂર સાથેનો તેમનો ટ્રેડિશનલ મેકઅપ ખૂબ જ પ્રભાવશાળી લાગતો હતો.
આ પણ વાંચો : Atlee ના ઘરે લક્ષ્મી પધારી! બીજી વાર પિતા બનેલા 'જવાન' ડિરેક્ટરે શેર કરી દીકરીની ક્યુટ પોસ્ટ


