મુંબઈથી જયપુરની ફ્લાઇટમાં શું થયું?
મામલો ગયા વર્ષે ડિસેમ્બરનો છે. નોરા ફતેહીએ મુંબઈથી જયપુરની મુસાફરી દરમિયાન Cessna Citation CJ2 ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે પ્લેનના કદ અંગે ટિપ્પણી કરતાં તેને નાનું અને રમકડા જેવું ગણાવ્યું હતું. નોરાએ આ વિમાનને 'Lego Airplane' સાથે પણ સરખાવ્યું હતું. ત્યારબાદ આ વીડિયો તેમના Instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ આ ટિપ્પણીઓ ચર્ચામાં આવી હતી.
Advertisement ![Navratri Banner]()
નોરાની ટિપ્પણીથી બિઝનેસને નુકસાનનો કંપનીનો દાવો
ડ્યૂન્સ એવિએશનનો દાવો છે કે નોરા ફતેહી જેવી મોટી સોશિયલ મીડિયા ફોલોઇંગ ધરાવતી સેલિબ્રિટીની ટિપ્પણીની લોકો પર અસર થાય છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, પ્લેન અંગે નોરાએ કરેલી ટિપ્પણીઓથી લોકોમાં તેના વિમાનને લઈને ખોટી ધારણા ઊભી થઈ હતી. કંપનીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે આ સમગ્ર મામલાની અસર તેના બિઝનેસ (Business) અને ચાર્ટર્ડ ફ્લાઇટ્સની બુકિંગ (Booking) પર પડી હતી.
બુકિંગમાં 15થી 20 ટકા ઘટાડાનો દાવો
ડ્યૂન્સ એવિએશને પોતાના કેસમાં જણાવ્યું છે કે નોરાની ટિપ્પણીઓ બાદ કંપનીની બુકિંગમાં અંદાજે 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સાથે જ કેન્સલેશન (Cancellation)ની સંખ્યામાં પણ વધારો થયો હોવાનો કંપનીનો દાવો છે. કંપનીએ નોરાના નિવેદનોને બેદરકાર (Careless) અને બિનજવાબદાર (Irresponsible) ગણાવ્યા છે. તેમના અનુસાર, નોરાએ કોઈ ટેકનિકલ માહિતી (Technical Information), તપાસ અથવા હકીકતની ચકાસણી કર્યા વિના વિમાન અંગે આ પ્રકારની ટિપ્પણી કરી હતી.
કંપનીએ કહ્યું, વિમાન સંપૂર્ણપણે સુરક્ષિત
ડ્યૂન્સ એવિએશને કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે નોરાએ જે વિમાન અંગે ટિપ્પણી કરી હતી તે કોઈ અસુરક્ષિત કે ગેરકાયદેસર એરક્રાફ્ટ નથી. કંપનીના જણાવ્યા મુજબ, Cessna Citation CJ2 વિમાન નિર્ધારિત ઉડ્ડયન ધોરણો (Aviation Standards) અનુસાર છે. તે DGCA Certified છે, ઉડાન માટે યોગ્ય સ્થિતિમાં હતું અને માન્ય NSOP (Non-Scheduled Operator Permit) હેઠળ કાયદેસર રીતે સંચાલિત થઈ રહ્યું હતું. કંપનીનું કહેવું છે કે નોરાની ટિપ્પણીઓના કારણે તેમની પ્રતિષ્ઠા, ગુડવિલ અને વેપારને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
₹3 કરોડનું વળતર અને સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાની માંગ
ડ્યૂન્સ એવિએશને ગાંધીનગરની કોર્ટમાં નોરા ફતેહી પાસેથી ₹3 કરોડનું વળતર (Compensation) માંગ્યું છે. આ ઉપરાંત કંપનીએ કોર્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વિમાન અંગે કરવામાં આવેલી સંબંધિત પોસ્ટ અને વીડિયો દૂર કરવાનો આદેશ આપવા પણ વિનંતી કરી છે. કંપનીએ નોરા પાસેથી જાહેરમાં સ્પષ્ટતા (Public Clarification) કરવાની માંગ પણ કરી છે. આ કેસની સુનાવણી ગાંધીનગરની સિનિયર સિવિલ જજ આર. અગ્રવાલની કોર્ટમાં 25 સપ્ટેમ્બરે થવાની છે. હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન છે. ડ્યૂન્સ એવિએશન દ્વારા કરવામાં આવેલા આરોપો પર અંતિમ ચુકાદો હજુ આવ્યો નથી.
આ પણ વાંચો : Mirzapur The Movie નો બોક્સ ઓફિસ પર ભૌકાલ! માત્ર 3 જ દિવસમાં ₹132 કરોડ પાર, કાલીન ભૈયાનો નવો રેકોર્ડ