Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nora Fatehi નું દર્દ છલકાયું, કહ્યું..આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યો!

નોરા ફતેહી ઈન્ટરનેટ પર છવાઈ નોરા ફતેહીનું છલકાયું દર્દ આઈટમ સોન્ગે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી આ સોન્ગમાં મને એક પૈસો નથી મળ્યો   Nora Fatehi: નોરા ફતેહી (Nora Fatehi)બોલિવૂડ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે શાનદાર ડાન્સર પણ છે. પોતાના આ જ...
nora fatehi નું દર્દ છલકાયું  કહ્યું  આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યો
Advertisement
  • નોરા ફતેહી ઈન્ટરનેટ પર છવાઈ
  • નોરા ફતેહીનું છલકાયું દર્દ
  • આઈટમ સોન્ગે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી
  • આ સોન્ગમાં મને એક પૈસો નથી મળ્યો

Advertisement

Nora Fatehi: નોરા ફતેહી (Nora Fatehi)બોલિવૂડ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે શાનદાર ડાન્સર પણ છે. પોતાના આ જ ટેલેન્ટના કારણે તેણે અનેક ફિલ્મોમાં આઈટમ સોન્ગ કર્યા છે. જોકે, હવે 'દિલબર ગર્લ'ના નામથી ઓળખાતી નોરા ફતેહીએ જણાવ્યું કે, 'ભલે મારા આઈટમ સોન્ગે (Nora Fatehi item songs)ફિલ્મો હિટ થયા હોય અને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હોય પરંતુ તેના માટે મને એક પૈસો નથી મળ્યો.'

Advertisement

આઈટમ સોન્ગ તો હીટ થયા પણ મને એક પૈસો ન મળ્યો

નોરા ફતેહીએ જણાવ્યું કે, 'જ્યારે મેં આ સોન્ગમાં દેખાવાનું શરૂ કર્યું, જે ઈન્ટરનેટ પર છવાઈ ગયા હતા, ફિલ્મો હિટ કરાવી રહ્યા હતા અને બોક્સ ઓફિસ નંબર્સ પર પ્રભાવ પાડી રહ્યા હતા અને મને સમજાયું કે મારા સિવાય બધા પૈસા કમાઈ રહ્યા છે. YouTubeથી પૈસા આવી રહ્યા હતા. સફળ સોન્ગના કારણે ફિલ્મોને ફાયદો થઈ રહ્યો છે, પરંતુ આ સોન્ગ હું તેમના માટે ફ્રીમાં કરી રહી હતી.'

Advertisement

આ પણ  વાંચો -Shammi-જાજરમાન અભિનેત્રીને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ !

હું લાઈવ પર્ફોર્મન્સ અને ઈવેન્ટ્સમાંથી પૈસા કમાતી હતી

નોરા ફતેહીએ આગળ કહ્યું કે, 'હું જે પણ પૈસા કમાઈ રહી હતી તે લાઈવ પર્ફોર્મન્સ અને ઈવેન્ટ્સમાંથી હતા. પરંતુ મારા માટે કોઈ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, સ્ટ્રીમિંગના નફા જેવી કંઈ વસ્તુ નહોતી.'નોરાએ જણાવ્યું કે, 'સિસ્ટમ વિરુદ્ધ જવાના બદલે મેં તેમાં રહીને પૈસા કમાવાનો રસ્તો શોધી લીધો. મેં પબ્લિશિંગ રાઈટ્સ અને રોયલિટીમાં પોતાનો હિસ્સો લેવાનું શરૂ કર્યું.'

આ પણ  વાંચો -Palak ની બોલ્ડનેસ સામે મમ્મી શ્વેતા તિવારી પણ ફેલ!

'દિલબર ગર્લ'હોવાનો શું ફાયદો

એક્ટ્રેસે કહ્યું કે,'દિલબર ગર્લ'હોવાનો શું ફાયદો, 'જ્યારે મારી પાસે પોતાના બાળકોને બતાવવા માટે કોઈ શોહરત જ નહીં હશે? જનરેશનલ વેલ્થ મોટી બાબત છે અને હવે હું તેના પર ફોકસ કરવા માગું છું.'

Tags :
Advertisement

.

×