Nupur Sanon Wedding: નૂપુર સેનન અને સ્ટેબિન બેનની સગાઈ, જાણો ક્યાં લેશે સાત ફેરા?
બોલિવૂડમાં વધુ એક શરણાઈના સૂર સંભળાવા જઈ રહ્યા છે! કૃતિ સેનનની બહેન નૂપુર સેનને આખરે તેના સપનાના રાજકુમાર સાથે સગાઈ કરી લીધી છે. લક્ઝરી યૉટ પર થયેલું આ રોમેન્ટિક પ્રપોઝલ અને ત્યારબાદ શાહી લગ્ન માટે પસંદ કરાયેલું રાજસ્થાનનું આ ખાસ લોકેશન અત્યારે ચર્ચામાં છે. લગ્નની તારીખથી લઈને મુંબઈના ભવ્ય રિસેપ્શન સુધીની તમામ વિગતો રસપ્રદ છે.
Advertisement
- નૂપુર સેનન અને સિંગર સ્ટેબિન બેને સત્તાવાર રીતે કરી સગાઈ (Nupur Sanon Stebin Ben Wedding)
- લક્ઝરી યૉટ પર સ્ટેબિને નૂપુરને આપ્યું રોમેન્ટિક સરપ્રાઈઝ
- 11 જાન્યુઆરી 2026ના રોજ ઉદયપુરમાં યોજાશે શાહી લગ્ન
- મુંબઈમાં 13 જાન્યુઆરીએ બોલિવૂડ સ્ટાર્સ માટે ભવ્ય રિસેપ્શન
- સોશિયલ મીડિયા પર ડાયમંડ રિંગની તસવીરોએ મચાવી ધૂમ
Nupur Sanon Stebin Ben Wedding : બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનના પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ છે. કૃતિની નાની બહેન અને અભિનેત્રી નૂપુર સેનને તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ અને પ્રખ્યાત સિંગર સ્ટેબિન બેન સાથે સગાઈ કરી લીધી છે. નૂપુરે સોશિયલ મીડિયા પર આ ખાસ પળોની તસવીરો શેર કરીને ચાહકોને આ સરપ્રાઈઝ આપી છે. છેલ્લા ઘણા સમયથી બંનેના લગ્નની અટકળો ચાલી રહી હતી, જેની પર હવે સત્તાવાર મહોર લાગી ગઈ છે.

