Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Nupur Sanon Wedding: ઉદયપુરમાં શરણાઈ ગુંજી! નૂપુર અને સ્ટેબિને ક્રિશ્ચિયન સ્ટાઈલમાં કર્યા લગ્ન

ઉદયપુરના આંગણે બોલિવૂડમાં વધુ એક શરણાઈ ગુંજી છે. સફેદ ગાઉનમાં સજ્જ દુલ્હન અને સૂટમાં વરરાજાએ એક પરીકથા જેવા માહોલમાં એકબીજાનો હાથ થામ્યો છે. જોકે, આ લગ્નમાં માત્ર વર-વધૂ જ નહીં, પણ દુલ્હનની બહેન અને તેના ખાસ મહેમાન પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. રાજસ્થાનના શાહી ઠાઠ વચ્ચે યોજાયેલા આ લગ્નની અંદરની તસવીરો અને મહેમાનોનું લિસ્ટ જાણવા જેવું છે.
nupur sanon wedding  ઉદયપુરમાં શરણાઈ ગુંજી  નૂપુર અને સ્ટેબિને ક્રિશ્ચિયન સ્ટાઈલમાં કર્યા લગ્ન
Advertisement
  • નૂપુર સેનન અને સ્ટેબિન બેન લગ્નના બંધનમાં બંધાયા
  • રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયો ભવ્ય લગ્ન સમારોહ
  • ક્રિશ્ચિયન રીત-રિવાજ મુજબ નૂપુર અને સ્ટેબિને કર્યા લગ્ન
  • મૌની રોય અને દિશા પટણી સહિતના સેલેબ્સે આપી હાજરી
  • 13 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાશે ગ્રાન્ડ રિસેપ્શન

Nupur Sanon Wedding : બોલિવૂડમાં શરણાઈઓની ગુંજ ફરી સંભળાઈ છે. અભિનેત્રી નૂપુર સેનન અને તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ તેમજ પ્રખ્યાત ગાયક સ્ટેબિન બેને જીવનની નવી સફર શરૂ કરી છે. શનિવારે રાજસ્થાનના ઉદયપુરમાં આ પ્રેમી પંખીડાએ ક્રિશ્ચિયન રીત-રિવાજો મુજબ લગ્ન કર્યા હતા. ઉદયપુરના આલીશાન રૈફલ્સ હોટલમાં યોજાયેલા આ લગ્ન સમારોહને અત્યંત ખાનગી રાખવામાં આવ્યો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી.

Nupur Sanon Wedding :  નૂપુર સેનન અને સ્ટેબિન બેનના ઉદયપુરમાં શાહી લગ્ન

લગ્નની જે તસવીરો સામે આવી છે તેમાં નૂપુર સેનન કોઈ પરીથી ઓછી લાગી રહી નથી. દુલ્હન બનેલી નૂપુરે સફેદ રંગનું શાનદાર ગાઉન પહેર્યું હતું, જેમાં તેનો લૂક અત્યંત ગ્રેસફુલ અને આકર્ષક લાગતો હતો. જ્યારે વરરાજા સ્ટેબિન બેન પણ સૂટમાં ડેશિંગ લાગી રહ્યા હતા. આ ખાસ દિવસે નૂપુરની મોટી બહેન અને અભિનેત્રી ક્રિતી સેનન પણ લાઈમલાઈટમાં રહી હતી. ક્રિતીએ આછાં વાદળી રંગનો લોંગ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સ્ટાઈલિશ દેખાતી હતી. ખાસ વાત એ હતી કે આ લગ્નમાં ક્રિતીના કથિત બોયફ્રેન્ડ કબીર સિંહ બાહિયા પણ હાજર રહ્યા હતા.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Stebin Ben (@stebinben)

Advertisement

Nupur Sanon Wedding : ક્રિતી સેનન અને સેલેબ્સે લગ્નમાં જમાવ્યું આકર્ષણ

આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં બોલિવૂડની કેટલીક જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. અભિનેત્રી મૌની રોય અને દિશા પટણી નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. મૌની રોયે સ્કાય બ્લૂ ડ્રેસમાં પોતાની તસવીરો શેર કરી હતી, જ્યારે દિશા પટણી પણ બ્લૂ આઉટફિટમાં જોવા મળી હતી. ક્રિશ્ચિયન વેડિંગ બાદ કપલે કોકટેલ પાર્ટી અને કવ્વાલી નાઈટનું આયોજન કર્યું હતું. કવ્વાલી નાઈટમાં 'સાગર વાલી કવ્વાલી' પર મહેમાનો મન મૂકીને ઝૂમ્યા હતા.

મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન અને હિન્દુ વેડિંગની ચર્ચા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ક્રિશ્ચિયન વેડિંગ બાદ આજે આ કપલ હિન્દુ રીત-રિવાજ મુજબ સાત ફેરા ફરી શકે છે. ઉદયપુરમાં લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરીએ યોજાનારા આ રિસેપ્શનમાં બોલિવૂડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો હાજરી આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 7 જાન્યુઆરીથી જ લગ્નની રસ્મો શરૂ થઈ ગઈ હતી, જેમાં સંગીત સેરેમનીમાં બંને બહેનોએ જોરદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.

આ પણ વાંચો : Bollywood ની Bold Actress જોડે સેલ્ફી લેતા ચાહકનો ગંદી હરતકનો પ્રયાસ

Tags :
Advertisement

.

×