October 2026 Movie Releases : તહેવારોમાં ફૂલ એન્ટરટેઈનમેન્ટ! એક્શન, હોરરથી લઈને થ્રિલર સુધી; ઓક્ટોબરમાં થિયેટર્સ ગજવશે આ સુપરસ્ટાર્સ
October 2026 Movie Releases : ઓક્ટોબર 2026ની શરૂઆત તહેવારોના માહોલ સાથે થઈ રહી છે અને આ મહિનો ફિલ્મપ્રેમીઓ માટે પણ ખાસ રહેવાનો છે. સિનેમાઘરોમાં એક્શન (Action), કોમેડી (Comedy), રોમાન્સ (Romance), હોરર (Horror), થ્રિલર (Thriller), સ્પાય કોમેડી અને બાયોગ્રાફિકલ ડ્રામા (Biographical Drama) સહિત વિવિધ જોનરની ફિલ્મો રિલીઝ થવાની છે.
મહિનાની શરૂઆત અજય દેવગનની બહુપ્રતીક્ષિત ‘Drishyam: The Conclusion’થી થશે, ત્યારબાદ Ayushmann Khurranaની ‘Udta Teer’, સુપરસ્ટાર Rajinikanthની ‘Jailer 2’, Rajkummar Raoની ‘Prahaar’ અને Vijay Deverakonda-Rashmika Mandannaની ‘Ranabaali’ જેવી મોટી ફિલ્મો દર્શકોને થિયેટર સુધી ખેંચવાનો પ્રયાસ કરશે.
2 ઓક્ટોબરે ‘Drishyam: The Conclusion’નો ધમાકો
2 ઓક્ટોબર 2026ના રોજ અજય દેવગન (Ajay Devgn) ફરી એકવાર વિજય સાલગાંવકરના પાત્રમાં ‘Drishyam: The Conclusion’ સાથે મોટા પડદા પર પરત ફરશે. અભિષેક પાઠક (Abhishek Pathak)ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ Drishyam સિરીઝનો અંતિમ ભાગ છે. અગાઉની 2 ફિલ્મોમાં પોતાના પરિવારને બચાવવા માટે વિજયે બનાવેલી જબરદસ્ત યોજના બાદ હવે વાર્તામાં નવી તપાસ શરૂ થતી જોવા મળશે.
તબ્બુ (Tabu), શ્રિયા સરન (Shriya Saran) અને ઇશિતા દત્તા (Ishita Dutta) ફરી પોતાના પાત્રોમાં જોવા મળશે. આ વખતે જયદીપ અહલાવત (Jaideep Ahlawat) SP Crime Branch રાજવીર સિંહ તોમરના પાત્રમાં વિજય માટે નવો પડકાર ઊભો કરશે. ફિલ્મના ક્લાઇમેક્સ અંગે મેકર્સે ખાસ ગુપ્તતા જાળવી છે, જેને કારણે દર્શકોમાં ઉત્સુકતા વધુ છે.
Veer Pahariyaની ‘Prem Keetanu’ પણ 2 ઓક્ટોબરે
આ જ દિવસે વીર પહાડિયા (Veer Pahariya)ની રોમેન્ટિક કોમેડી ‘Prem Keetanu’ પણ રિલીઝ થશે. અપૂર્વ સિંહ કાર્કી (Apoorv Singh Karki)ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં Aafiya Sayed, Aparshakti Khurana, Rakesh Bedi અને Nikhil Vijay પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. UP અને Delhi-NCRની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ કોલેજ લાઇફ, મિત્રતા, પ્રેમ, દિલ તૂટવું, પરિવારની અપેક્ષાઓ અને યુવાનીમાં પોતાનો માર્ગ શોધવાના સંઘર્ષને હળવા-ફૂલકા અંદાજમાં રજૂ કરે છે. આ ફિલ્મ Malayalam હિટ ‘Premalu’ની સત્તાવાર Hindi remake છે.
9 ઓક્ટોબરે Ayushmannની ‘Udta Teer’
9 ઓક્ટોબરે આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને સારા અલી ખાન (Sara Ali Khan)ની સ્પાય એક્શન-કોમેડી (Spy Action-Comedy) ‘Udta Teer’ થિયેટરમાં આવશે. આકાશ એ. કૌશિકના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં આયુષ્માન એક પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવી રહ્યા છે.
એક મિશન દરમિયાન બનેલી ઘટનામાં તેની યાદશક્તિ ગુમાઈ જાય છે અને ત્યારબાદ ઓળખને લઈને ઊભી થતી ગૂંચવણ ફિલ્મમાં કોમેડી અને જાસૂસીનો રસપ્રદ મેળ સર્જે છે. ફિલ્મમાં Gulshan Grover, Ram Kapoor, Raghubir Yadav અને Supriya Pilgaonkar સહિતના કલાકારો પણ છે.
15 ઓક્ટોબરે Rajinikanthની ‘Jailer 2’
સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ની ‘Jailer 2’ 15 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે. Hindi દર્શકો માટે તેનું ડબ વર્ઝન પણ રિલીઝ થશે. Nelson Dilipkumarના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રજનીકાંત ફરી મુથુવેલ પાંડિયન એટલે કે ‘Tiger’ના પાત્રમાં જોવા મળશે. Sun Picturesની આ ફિલ્મમાં Vidya Balan, S.J. Suryah, Suraj Venjaramoodu ઉપરાંત Mohanlal અને Shiva Rajkumar જેવા કલાકારો પણ નજરે પડશે. પહેલી ‘Jailer’ની સફળતા બાદ સિક્વલને લઈને પહેલેથી જ ભારે ચર્ચા છે.
16 ઓક્ટોબરે ‘Prahaar’માં Ujjwal Nikam બનશે Rajkummar Rao
16 ઓક્ટોબરે રાજકુમાર રાવ (Rajkummar Rao)ની ‘Prahaar: The Untold Story of Ujjwal Nikam’ રિલીઝ થશે. Avinash Arunના નિર્દેશનમાં બનેલી આ Biographical Legal Drama જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમના વ્યાવસાયિક જીવન અને ખાસ કરીને 26/11 Mumbai Terror Attacks બાદ ચાલેલી કાનૂની લડાઈ પર આધારિત છે.
ફિલ્મમાં રાજકુમાર રાવ ઉજ્જવલ નિકમનું પાત્ર ભજવે છે, જ્યારે Lalit Prabhakarને Ajmal Kasabના રોલમાં રજૂ કરવામાં આવ્યા છે. Wamiqa Gabbi, Jaideep Ahlawat અને Sikandar Kher પણ ફિલ્મનો ભાગ છે.
Yami Gautamની ‘Nayi Naveli’માં Comedy સાથે Horror
16 ઓક્ટોબરે જ યામી ગૌતમ (Yami Gautam)ની ‘Nayi Naveli’ પણ દર્શકો સુધી પહોંચશે. Balaji Mohanના નિર્દેશનમાં બનેલી ફિલ્મ Family Comedy, Fantasy અને Supernatural Horrorનું મિશ્રણ છે. વાર્તા Meerutના એક પરિવારની આસપાસ ફરે છે, જ્યાં એક આદર્શ નવી વહુના આગમનથી પરિવારનું જીવન બદલાઈ જાય છે. પરંતુ ધીમે ધીમે તેના દિયર (Brother-in-Law)ને શંકા થવા લાગે છે કે ઘરની આ ‘પરફેક્ટ’ વહુ પાછળ કોઈ અલૌકિક રહસ્ય તો નથી ને? ફિલ્મમાં Mita Vashisht, Sunita Rajwar અને Addinath Kothare પણ છે.
Vijay-Rashmikaની ‘Ranabaali’માં ઐતિહાસિક લડાઈ
16 ઓક્ટોબરે Vijay Deverakonda અને Rashmika Mandannaની ‘Ranabaali’ પણ થિયેટરમાં આવશે. Rahul Sankrityanની આ Period Action Dramaની વાર્તા 1876-78ના Great Madras Famineની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. Vijay એક બળવાખોર યોદ્ધા Ranabaaliના પાત્રમાં છે, જે બ્રિટિશ શાસન અને દુષ્કાળ વચ્ચે પોતાના લોકોની રક્ષા માટે લડે છે. Rashmika ‘Jayamma’ના પાત્રમાં તેની પત્ની અને સંઘર્ષની સાથી તરીકે જોવા મળશે, જ્યારે Arnold Vosloo બ્રિટિશ અધિકારી Sir Theodore Hectorની ભૂમિકામાં છે.
23 ઓક્ટોબરે Romanceથી Horror સુધી 3 ફિલ્મો
23 ઓક્ટોબરે Luv Ranjan અને Ankur Garg દ્વારા નિર્મિત ‘Pehla Pyaar Doosri Baar’ રિલીઝ થશે. Anuj Sainiના નિર્દેશનમાં બનેલી આ Romantic Comedy 3 મિત્રો પર આધારિત છે, જે લગભગ 10 વર્ષ પછી School Reunionમાં પહોંચે છે અને પોતાના પહેલા પ્રેમ સામે ફરી પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. જૂની યાદો, નવી હકીકતો અને Second Chance Romance ફિલ્મનો મુખ્ય ભાગ રહેશે.
આ જ દિવસે Gurmeet Choudhary અને Isha Malviyaની ‘Tum Mere Ho’ પણ રિલીઝ થવાની છે. Ashish Pandaના નિર્દેશનમાં બનેલી આ Romantic Dramaમાં પ્રેમ, સંબંધો અને લાગણીઓની કસોટીને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ફિલ્મમાં Shaan Groverr અને Anushkaa Luhar પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
‘Kaali Kheti’માં ગામ, પરિવાર અને ડરનો સંગમ
23 ઓક્ટોબરે Jackie Shroff અને Sharad Kelkarની ‘Kaali Kheti’ પણ મોટા પડદા પર આવશે. Haris Imtiyaz Khanના નિર્દેશનમાં બનેલી આ Rural Horror Film ગામડાની પૃષ્ઠભૂમિમાં પરિવાર, વારસો (Legacy), ખેતી અને વર્ષોથી દટાયેલા રહસ્યોને હોરર સાથે જોડશે. ફિલ્મમાં Neha Sargam અને Virendra Saxena પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. મેકર્સે વાર્તાની ઘણી વિગતો હજુ જાહેર કરી નથી, જેના કારણે ફિલ્મના રહસ્યને લઈને ઉત્સુકતા યથાવત છે.
આ રીતે ઓક્ટોબર 2026માં ‘Drishyam: The Conclusion’ની Mystery-Thrillerથી લઈને ‘Jailer 2’ના Action, ‘Prahaar’ના Legal Drama, ‘Ranabaali’ના Period Action અને ‘Kaali Kheti’ના Horror સુધી દર્શકો પાસે અનેક વિકલ્પો રહેશે. તહેવારોની સિઝનમાં એક પછી એક મોટી ફિલ્મોની રિલીઝને કારણે સિનેમાઘરોમાં પણ મનોરંજનનો ધમાકો જોવા મળી શકે છે.
આ પણ વાંચો : Hanuman Ansh Box Office Collection : માત્ર ₹2 કરોડનું Budget, ₹400 કરોડની નજીક પહોંચી ફિલ્મ
આ પણ વાંચો : Mamta Kulkarni Dance: મમતા કુલકર્ણી ફરી ચર્ચામાં! સંન્યાસ બાદ 90sના ગીતો પર ડાન્સનો Video Viral

