Odisha: રાયગડાના અશોક ટોકીઝમાં 'ધ રાજા સાહેબ'ના સ્ક્રીનિંગ દરમિયાન લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી
- Odisha ' માં અશોક ટોકિઝમાં લાગી ભીષણ આગ
- 'ધ રાજા સાહેબ' ના સ્ક્રીનિંગ દરમિયાન લાગી આગ
- થિયેટરમાં મચી અફરાતફરી, કોઇ જાનહાનિ નહીં
દક્ષિણ ભારતીય સુપરસ્ટાર પ્રભાસની નવી ફિલ્મ 'ધ રાજા સાહેબ' ના સ્ક્રીનિંગ દરમિયાન ઓડિશાના રાયગડા સ્થિત 'અશોક ટોકીઝ'માં એક મોટી દુર્ઘટના ટળી હતી. ફિલ્મમાં પ્રભાસની ભવ્ય એન્ટ્રી વખતે ઉત્સાહિત ચાહકો દ્વારા કરવામાં આવેલી આતશબાજીને કારણે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પરિણામે થિયેટરમાં ભારે અફરાતફી અને નાસભાગ મચી ગઈ હતી.
Odisha ' કઈ રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, ફિલ્મ શરૂ થયા બાદ જ્યારે પડદા પર પ્રભાસની એન્ટ્રી થઈ, ત્યારે દર્શકોના એક જૂથે ઉત્સાહમાં આવીને સ્ક્રીન પાસે આરતી ઉતારવાનું અને ફટાકડા ફોડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આરતીની થાળી નીચે પડતા જમીન પર પડેલા કાગળો અને સુશોભન સામગ્રીમાં આગ લાગી હતી. જોતજોતામાં જ્વાળાઓ અને ધુમાડો આખા હોલમાં ફેલાઈ જતાં દર્શકો જીવ બચાવવા બહારના દરવાજા તરફ દોડ્યા હતા.
Odisha ' સદનસીબે જાનહાનિ ટળી
આ અકસ્માત સમયે થિયેટરમાં સેંકડો દર્શકો હાજર હતા, પરંતુ હોલ સ્ટાફ અને કેટલાક સતર્ક નાગરિકોની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી. સ્ટાફે તાત્કાલિક અગ્નિશામક સાધનો અને ટુવાલની મદદથી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી ફાયર બ્રિગેડ બોલાવવાની જરૂર પડી નહોતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
Odisha : પોલીસે સઘન તપાસ હાથ ધરી
રાયગડા ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રસન્ના બેહરાએ સુરક્ષામાં થયેલી આ ગંભીર બેદરકારી અંગે કડક વલણ અપનાવ્યું છે. પોલીસ હાલમાં સિનેમા હોલના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી હંગામો કરનાર બેકાબૂ ચાહકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આ સાથે જ અશોક ટોકીઝ મેનેજમેન્ટને પણ કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે ચુસ્ત સુરક્ષા હોવા છતાં ફટાકડા અને જ્વલનશીલ સામગ્રી હોલની અંદર કઈ રીતે પહોંચી? આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ સિનેમા હોલ માટે નવા દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. હવેથી થિયેટરની અંદર કોઈપણ પ્રકારની પૂજા સામગ્રી, ફટાકડા કે અન્ય જોખમી વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને પ્રવેશદ્વાર પર સઘન તપાસ કરવાના આદેશ અપાયા છે.
બોક્સ ઓફિસ પર 'ધ રાજા સાહેબ'નો ધમાકો
દુર્ઘટના છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. 9 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર બે દિવસમાં ભારતમાં ₹90 કરોડ (નેટ) અને વૈશ્વિક સ્તરે ₹138 કરોડ ની કમાણી કરી ચૂકી છે. આ સાથે જ તે વર્ષ 2026 ની પ્રથમ ₹100 કરોડની ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની છે.
આ પણ વાંચો: Bollywood ની Bold Actress જોડે સેલ્ફી લેતા ચાહકનો ગંદી હરતકનો પ્રયાસ


