Entertainment: ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા ‘યુધિષ્ઠિર’!, પોલીસે રૂપિયા પરત અપાવ્યા
- Entertainment: ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા અભિનેતા
- ગજેન્દ્ર ચૌહાણની મદદે પહોંચી સ્થાનિક પોલીસ
- પોલીસે કાર્યવાહી કરીને રૂપિયા પરત અપાવ્યા
- મહાભારતમાં યુધિષ્ઠિર બન્યા હતા ગજેન્દ્ર ચૌહાણ
Entertainment: આજકાલ સક્રિય થયેલા સાયબર (Cyber) માફિયાઓ દિવસે ને દિવસે કાંડ વધારી રહ્યા છે. આ સાયબર કૌભાંડ કરનારા માફિયાઓ નેતા હોય કે અભિનેતા, કોઈને છોડતા નથી. ત્યારે અભિનેતા (Actor) ગજેન્દ્ર ચૌહાણ (Gajendra Chauhan) પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. અભિનેતાએ તાત્કાલિક પોલીસને બનાવ અંગે જાણ કરીને મદદની માગ કરી હતી. ઘટનાની ગંભીરતા દાખવીને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. અને બને તેટલી ઝડપથી કામગીરી કરીને અભિનેતાને તેમના રૂપિયા પરત અપાવ્યા હતા. રૂપિયા પરત મળતા ગજેન્દ્ર ચૌહાણે પોલીસ (Police) નો આભાર વ્યક્ત કર્યો હતો.
Entertainment: પોલીસે અભિનેતાના પૈસા પાછા કર્યા
ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ઘટના અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યા અનુસાર, તેમણે છેતરપિંડી (Fraud) ની રકમ ફ્રીઝ કરાવી દીધી હતી. અને સફળતાપૂર્વક તેને અભિનેતાના એકાઉન્ટમાં પાછી ટ્રાન્સફર (Transfer) કરાવવામાં સફળતા મેળવી હતી. અધિકારીએ ઉમેર્યું કે, રૂપિયા પરત મળ્યા પછી ગજેન્દ્ર ચૌહાણે પોલીસ સ્ટેશનના સ્ટાફની મુલાકાત લીધી હતી. અને તાત્કાલિક કાર્યવાહી કરવા તેમણે પોલીસનો બદલ આભાર માન્યો હતો.
Entertainment: કેવી રીતે ઓનલાઈન ઠગાઈનો શિકાર બન્યા એક્ટર?
મળતી માહિતીનુસાર, થોડા દિવસ અગાઉ ગજેન્દ્ર ચૌહાણે સોશિયલ મીડિયામાં ડ્રાયફ્રૂટની (Dried fruit) જાહેરાત જોઈ હતી. જાહેરાતથી લલચાઈને તેમણે ઓર્ડર કરવાનો વિચાર કર્યો. ડ્રાયફ્રૂટ માટે તેમણે લિંક (Link) પર ક્લિક કર્યું. ત્યારબાદ તેમના મોબાઈલમાં એક OTP (One-time password) મોકલવામાં આવ્યો હતો. જેને કન્ફર્મ (Confirm) કરવા માટે પ્રોસેસ કરી. આ સાથે જ તેમના ખાતામાંથી અંદાજે એક લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન (Transaction) થઈ ગયું. એક લાખ રૂપિયા કપાઈ ગયાનો તેમના મોબાઈલમાં મેસેજ મળતાની સાથે જ એક્ટર હેરાન થઈ ગયા. તેમને નક્કી થઈ ગયું કે, તેઓ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા છે. તેમણે તાત્કાલિક ઓશિવારા પોલીસને જાણ કરીને મદદ માગી હતી.
પોલીસે શું કાર્યવાહી કરી?
પોલીસે તેમનું બેંક સ્ટેટમેન્ટની (Bank statement) તપાસ કરી. અને તે બેંક એકાઉન્ટ શોધ્યું, જેમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. પોલીસે તરત સંબંધિત બેંકના નોડલ અધિકારીનો સંપર્ક કર્યો. અને શંકાસ્પદ ખાતાના વ્યવહારો બંધ કરાવી દીધા હતા. બેંક અધિકારીની મદદથી ટ્રાન્સફર થયેલા રૂપિયા ફરીથી ગજેન્દ્ર ચૌહાણના ખાતામાં પરત કરાવ્યા હતા. આ કેસમાં પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
ગજેન્દ્ર ચૌહાણ એટલે મહાભારત સિરિયલના યુધિષ્ઠિર
નોંધનીય છે કે, વર્ષ 1988માં બી.આર.ચોપડાએ (B.R. Chopra) મહાભારત સિરિયલ બનાવી હતી. જેમાં ગજેન્દ્ર ચૌહાણે પાંડુ પુત્ર એટલે કે પાંચ પાંડવોમાંથી સૌથી મોટા પુત્ર યુધિષ્ઠિરનો અભિનય કર્યો હતો. આ સિરિયલથી ગજેન્દ્ર ચૌહાણે દેશભરમાં ઓળખ અને પ્રસિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો- Nora Fatehi Accident: મુંબઈમાં નોરા ફતેહીની કારને નશામાં ધૂત ચાલકે મારી ટક્કર, માથાના ભાગમાં સામાન્ય ઇજા


