Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Oscars 2025 : 97મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત, વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ

ફિલ્મ 'ફ્લો' એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો
oscars 2025   97મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત  વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ
Advertisement
  • ફિલ્મ 'ફ્લો' એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો
  • શ્રેષ્ઠ એક્શન લાઈવ શોર્ટ ફિલ્મ - આઈ એમ નોટ અ રોબોટ
  • કાર્યક્રમ સવારે 5:30 વાગ્યે અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો

Oscars 2025 :  97મા ઓસ્કાર એવોર્ડ ૩ માર્ચે ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસે શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રીઓ સહિત અનેક શ્રેણીઓમાં પુરસ્કારો આપ્યા. હોલીવુડ અભિનેતા કિરન કલ્કિનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ 'ફ્લો' એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો છે અને શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ જીત્યો છે. તમે વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જોઈ શકો છો.

Advertisement

Advertisement

Advertisement

ઓસ્કાર 2025 વિજેતાઓ

- શ્રેષ્ઠ એક્શન લાઈવ શોર્ટ ફિલ્મ - આઈ એમ નોટ અ રોબોટ

- શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ - આઈ એમ સ્ટિલ હીયર

- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - ધ બ્રુટાલિસ્ટ

- ડોક્યૂમેન્ટરી ફીચર ફિલ્મ - નો અધર લેન્ડ

- ડોક્યૂમેન્ટરી શોર્ટ ફિલ્મ - ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા

- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - ઝો સલ્ડાના (ફિલ્મ: એમિલિયા પેરેઝ)

- શ્રેષ્ઠ ઓરિજનલ ગીત - એલ માલ (ફિલ્મ: એમિલિયા પેરેઝ)

- શ્રેષ્ઠ સહાયક અભિનેતા - કિઅરન કલ્કિન (ફિલ્મ: ધ રીયલ પેઈન)

- શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ - ફ્લો

- શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ

- શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન - પોલ ટેઝવેલ (ફિલ્મ: વિકેટ)

- શ્રેષ્ઠ પટકથા - અનોરા સીન બેકર

- શ્રેષ્ઠ અનુકૂલિત પટકથા - પીટર સ્ટ્રોઘન (ફિલ્મ: કોન્ક્લેવ)

- ફિલ્મ એડિટિંગ - અનોરા સીન બેકર

- શ્રેષ્ઠ અવાજ - ડ્યુન: ભાગ 2

- શ્રેષ્ઠ VFX - ડ્યુન: ભાગ 2

ઓસ્કાર એ ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. આ પુરસ્કાર દર વર્ષે એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2023 માં, નિર્માતા ગુનીત મોંગાની ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' એ શ્રેષ્ઠ દસ્તાવેજી શોર્ટ ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ જીત્યો. આ વખતે પણ ગુનીત મોંગાની ફિલ્મ 'અનુજા' આ એવોર્ડ જીતવાની રેસમાં હતી. તે શ્રેષ્ઠ એક્શન લાઈવ ફિલ્મ શ્રેણીમાં નામાંકિત થઈ હતી. આ શ્રેણીમાં 'આઈ એમ નોટ અ રોબોટ' ફિલ્મે એવોર્ડ જીત્યો છે.

આ પણ વાંચો: Oscar Awards 2025: અમેલિયા પેરેઝની ઝો સલ્ડાનાએ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો, સ્ટેજ પર થઇ ભાવુક

Tags :
Advertisement

.

×