Made In India : A Titan Story : OTT પ્લેટફોર્મ પર એક સિરીઝ રિલીઝ થઈ છે, જેણે ખુબ ટૂંકા ગાળામાં જ દર્શકોના દિલ જીતી લીધા છે. આ એક ઐતિહાસિક ડ્રામા સિરીઝ છે, જેમાં છ એપિસોડ છે. જો તમે મનોરંજન કરવા માટે એક શાનદાર સિરીઝ શોધી રહ્યા છો, તો આ તમારા માટે યોગ્ય વિકલ્પ હોઈ શકે છે.
Made In India : A Titan Story, લોકોએ ખૂબ વખાણ્યું
આપણે જે સિરીઝ વિશે વાત કરી રહ્યા છીએ, તેને IMDb પર 10 માંથી 8.8 ની પ્રભાવશાળી રેટિંગ મળી છે. આ નવી શ્રેણી OTT પર રિલીઝ થતાં જ ધૂમ મચાવી દીધી છે. આ શ્રેણીની વાર્તા એટલી રસપ્રદ છે કે, લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Made In India : A Titan Story, સ્વદેશી બ્રાન્ડ બનાવી
આપણે જે સિરીઝ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ 'મેડ ઇન ઇન્ડિયા - ધ ટાઇટન સ્ટોરી' છે. આ સિરીઝ ઝેક્સિઝ દેસાઈની હિંમતભરી સફરને દર્શાવે છે, જેમને જેઆરડી ટાટાનો ટેકો હતો. તમને જણાવી દઈએ કે, ઝેક્સિઝ દેસાઈએ ભારતની પહેલી વિશ્વ કક્ષાની સ્વદેશી ઘડિયાળ બ્રાન્ડ બનાવી હતી, જેને આજે લોકો ટાઇટન તરીકે ઓળખે છે.
અપમાનનો સામનો કરવો પડ્યો
તમને જણાવી દઈએ કે, આ કહાનીની ખરી શરૂઆત ત્યારે થઈ, જ્યારે જેઆરડી ટાટાને સ્વિસ ઘડિયાળ બનાવતી કંપની તરફથી અપમાનનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, તેમણે આ વિચારને ફગાવી દીધો કે, ભારત ક્યારેય વિશ્વ-સ્તરીય ઘડિયાળો બનાવી શકશે નહીં. તે પછી જ જેઆરડી ટાટાએ ઝેક્સિઝ દેસાઈ નામના એક એક્ઝિક્યુટિવને નોકરી પર રાખ્યા હતા.
6 એપિસોડ સાથેની સિરીઝ
ઝેક્સિઝ દેસાઈએ એક એવી ઘડિયાળ બનાવી જેણે દુનિયાની ઘડિયાળોને પાછળ છોડી દીધી હતી. આ સિરીઝની કહાની તમને અંત સુધી જકડી રાખે છે. આ સિરીઝ 6 એપિસોડ સાથે સ્ટ્રીમ થઈ રહી છે. તમે આ સિરીઝને તમે MX પ્લેયર પર જોઈ શકો છો. આ સિરીઝમાં નસીરુદ્દીન શાહે જેઆરડી ટાટાની ભૂમિકા ભજવી છે, જ્યારે જીમ સર્ભ ઝેક્સિઝ દેસાઈની ભૂમિકામાં જોવા મળે છે.
આ પણ વાંચો - Nana Patekar Slap : ફિલ્મના શૂટિંગમાં સામસામે લાફાવાળી થઇ ગઇ !