Pahalgam Terror Attack : પાકિસ્તાન એક્ટ્રેસ બુશરા અંસારીએ જાવેદ અખ્તરની જાહેરમાં કરી ટીકા
- Pahalgam Terror Attack પર જાવેદ અખ્તરે આપી હતી તીખી પ્રતિક્રિયા
- Javed Akhtar પર પાકિસ્તાની ટીવી એક્ટ્રેસે કાઢ્યો બળાપો
- Bushra Ansari એ જાવેદ અખ્તર પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાડ્યો છે
Pahalgam Terror Attack : 22મી એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારા હુમલા પર ભારતના અનેક સેલેબ્સે ખુલીને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. જેમાંથી એક જાવેદ અખ્તર (Javed Akhtar) પણ હતા. જાવેદ અખ્તરે આ સમગ્ર હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને ગુનેગારોને મૃત્યુ આપવાની વાત કરી હતી. હવે Javed Akhtar ની આ પ્રતિક્રિયા પર પાકિસ્તાની ટીવી એક્ટ્રેસ Bushra Ansari એ જાવેદ અખ્તરની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
શું કહ્યું Bushra Ansari એ ?
પાકિસ્તાની ટીવી એક્ટ્રેસ Bushra Ansari એ જાવેદ અખ્તરને સાફ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, મરવાની ઉંમરે પણ Javed Akhtar લોકોને ઉશ્કેરી રહ્યા છે. જાવેદ પાકિસ્તાનને નકામી સલાહ આપી રહ્યા છે. જાવેદ અલ્લાહમાં પણ માનતા નથી તેમ કહીને Bushra Ansari એ પોતાનો બળાપો ઠાલવ્યો છે. આગળ બુશરા જણાવે છે કે, થોડીક તો શરમ કરે. તેની પાસે મરવા માટે ફક્ત બે કલાક બાકી છે અને છતાં તમે આટલો બધો બકવાસ કરી રહ્યા છો.
આ પણ વાંચોઃ MET GALA 2025 : શાહરુખ- પ્રિયંકા ચોપરાનું કોસ્ચ્યૂમ કનેક્શન થઈ રહ્યું છે Viral
નસીરુદ્દીન શાહનું પણ નામ લીધું
Pahalgam Terror Attack બાદ જાવેદ અખ્તરે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેના પર પાકિસ્તાની ટીવી એકટ્ર્સ બુશરા અંસારીએ જાવેદ અખ્તર પર પોતાનો બળાપો ઠાલવ્યો છે. બુશરાએ જાવેદ અખ્તરને Naseeruddin Shah નો હવાલો આપતા જણાવ્યું કે, Naseeruddin Shah આ મુદ્દે ચૂપ છે. તેઓ શાંતિથી બેઠા છે, અને બીજા લોકો પણ શાંતિથી બેઠા છે. કોઈના હૃદયમાં કંઈ પણ હોય તે હૃદયમાં જ રાખવું જોઈએ.
ભારતના લોકોને સારા ગણાવ્યા
પાકિસ્તાની ટીવી એક્ટ્રેસ Bushra Ansari એ જાવેદ અખ્તર પર બળાપો કાઢ્યો છે. તેણીએ જો કે ભારતના લોકોને સારા ગણાવ્યા છે. એક ભારતીય છોકરી સાથે પોતાનો અનુભવ વર્ણવતા Bushra Ansari એ જણાવ્યું હતું કે, તે તાજેતરમાં જ એક ભારતીય છોકરીને મળી હતી. તે મારી ખૂબ જ પ્રેમથી વર્તી હતી. બુશરાએ કહ્યું, લોકો ખરાબ નથી, કેટલાક લોકો એકબીજાને ઉશ્કેરી રહ્યા છે. બુશરાના વીડિયો review.pk પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન Samay Raina સહિત 5 લોકોને ફટકારી નોટિસ, શું છે સમગ્ર મામલો ?