ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : આમિર ખાનની સિતારે જમીન પરના ટ્રેલર રિલીઝ પર શી થઈ અસર ?

આમિર ખાન (Aamir Khan) ની મચ અવેટેડ ફિલ્મ સિતારે જમીન પર (Sitare Zameen Par) ના ટ્રેલરની રિલીઝને Pahalgam Terror Attack ના લીધે મુલતવી રાખવામાં આવી છે. વાંચો શું છે સમગ્ર મામલો.
08:52 PM Apr 29, 2025 IST | Hardik Prajapati
આમિર ખાન (Aamir Khan) ની મચ અવેટેડ ફિલ્મ સિતારે જમીન પર (Sitare Zameen Par) ના ટ્રેલરની રિલીઝને Pahalgam Terror Attack ના લીધે મુલતવી રાખવામાં આવી છે. વાંચો શું છે સમગ્ર મામલો.
Sitare Zameen Par Gujarat First

Pahalgam Terror Attack : 22મી એપ્રિલના આ અમાનવીય અને હીચકારા હુમલાની અસર Aamir Khan ની મચ અવેટેડ ફિલ્મ Sitare Zameen Par ના ટ્રેલરની રિલીઝને પણ થઈ છે. આમિર ખાને આ નિંદનીય હુમલાને લઈને ફિલ્મ Sitare Zameen Par નું ટ્રેલર મોકૂફ રાખ્યું છે. અગાઉ આ ટ્રેલર આ અઠવાડિયે એક મેગા ઈવેન્ટ દરમિયાન લોન્ચ થવાનું હતું પરંતુ Pahalgam Terror Attack માં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ટ્રેલર રિલીઝને મુલતવી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સેન્સર બોર્ડે Sitare Zameen Par નું ટ્રેલર જોયું, અને તેનો પહેલો રિવ્યૂ જાહેર થઈ ગયો છે.

Censor Board નો રિવ્યૂ

સિતારે જમીન પર ફિલ્મના ટ્રેલર રિલીઝને મુલતવી રાખવામાં આવ્યું છે. જો કે સેન્સર બોર્ડ (CBFC) એ આ મચઅવેટેડ ફિલ્મનું ટ્રેલર જોયું છે. Censor Board એ આ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપ્યું છે. ટ્રેલર જોયા પછી અભિનેતા-લેખક અને મોડેલ કુલદીપ ગઢવી (Kuldeep Gadhavi) એ તેના Instagram એકાઉન્ટ પર તેનો રિવ્યૂ શેર કર્યો છે. તેને સિતારે જમીન પરના સહ-નિર્માતા રવિ ભાગચંદકા દ્વારા તેના Instagram એકાઉન્ટ પર ફરીથી શેર કરવામાં આવ્યો હતો. આ રિવ્યૂમાં જણાવાયું છે કે, આ 3 મિનિટ 29 સેકન્ડનું શાનદાર ટ્રેલર છે. ટ્રેલરમાં ઈમોશન કરતાં કોમેડી વધુ જોવા મળશે. Aamir Khan એ ખૂબ જ સુંદર કામ કર્યુ છે. જેનેલિયા દેશમુખ (Genelia Deshmukh) એ પણ દમદાર રોલ કર્યો છે. તમને દર્શિલ સફારી (Darshil Safari) પણ ગમશે. બ્રિજેન્દ્ર કાલા, રાહુલ કોહલી, કરીમ હાજી, સોનાલી કુલકર્ણી, અમિત વર્મા, અનુપ કુમાર મિશ્રા, સુરેશ મેનન જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં છે.

આ પણ વાંચોઃ  Atul Kulkarni : આંતકવાદી હુમલા બાદ પહેલગામ ફરવા પહોંચ્યો આ અભિનેતા…

Taare Zameen Par ની સિક્વલ

સિતારે જમીન પર આમિર ખાનની વર્ષ 2007ની અત્યંત સફળ ફિલ્મ ફિલ્મ તારે જમીન પર'ની સિક્વલ છે, જે ભારતીય સિનેમાની કલ્ટ ફિલ્મોમાં ગણાય છે. જ્યારથી નિર્માતાઓએ સિક્વલની જાહેરાત કરી છે, ત્યારથી ચાહકોમાં તેના વિશે ઘણો ક્રેઝ હતો. સિતારે જમીન પરનું ટ્રેલર આ અઠવાડિયે એક હાઈ-પ્રોફાઈલ ઇવેન્ટમાં લોન્ચ થવાનું હતું. બધી તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ Pahalgam Terror Attack માં મૃત્યુ પામેલા પ્રવાસીઓને કારણે નિર્માતાઓએ આ નિર્ણય લીધો છે. હવે આ ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે તેની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.

Andaaj Apana Apana ની રીરિલીઝ

આમિર ખાન અને તેની સમગ્ર ટીમ અનુસાર આ સમયે ફિલ્મના ટ્રેલરને લોન્ચ કરવું યોગ્ય રહેશે નહીં. જો કે અત્યારે આમિર તેની રીરિલીઝ થયેલી ફિલ્મ અંદાજ અપના અપના (Andaaj Apana Apana) ની સફળતાનો સ્વાદ માણી રહ્યો છે. 1994માં રિલીઝ થયેલી આ ફિલ્મ તાજેતરમાં 30 વર્ષ પૂર્ણ થવા પર સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. તેણે માત્ર 3 દિવસમાં કુલ 1.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચોઃ  Jaya Bachchan : હજારો લોકો વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…

Tags :
aamir khanbollywood-newsCensor BoardGujarat FirstGUJARAT FIRST NEWSPahalgam attack tributepahalgam terror attackSitare Zameen ParTaare Zameen Par sequeltrailer postponedU/A certificate
Next Article