Pahalgam Terrorist Attack : કવિનો ક્રોધ, આ હત્યારાનો મારવા જ પડશે-જાવેદ અખ્તર
- પહેલગામ આતંકવાદી હુમલાથી સમગ્ર દેશના હૃદય પર ઘા થયો છે
- Javed Akhtar નો રોષ ભભૂકી ઉઠ્યો
- આતંકવાદીઓને કોઈપણ કિંમતે મારવા જ પડશે - Javed Akhtar
Pahalgam Terrorist Attack : મંગળવારે બૈસરન ખીણના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ અને નિઃશસ્ત્ર પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હીચકારા હુમલામાં 26 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ હુમલા પર જાવેદ અખ્તર (Javed Akhtar) એ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયામાં આ હત્યારાઓને મારવા જ પડશે તેવું જણાવ્યું હતું.
આતંકવાદીઓને ભાગી જવા દેવા નહીં
ક્રોધિત થઈ ગયેલા Javed Akhtar એ લખ્યું કે, જે પણ થાય, ગમે તે કિંમત ચૂકવવી પડે, ગમે તે પરિણામ આવે, પહેલગામના આતંકવાદીઓને ભાગવા દેવાશે નહીં. આ સામૂહિક હત્યારાઓએ તેમના અમાનવીય કૃત્યો માટે તેમના જીવનની કિંમત ચૂકવવી પડશે.
આ પણ વાંચોઃ Pahalgam Terrorist Attack : અનુપમ ખેરે આ કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરી, કહ્યું - બસ હવે બહું થયું..!
Anupam Kher એ પણ આપી તીખી પ્રતિક્રિયા
પહેલગામમાં થયેલા આ હુમલામાં ઘણા નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી. જેમાં પર્યટકોને નિશાન બનાવાયા. આ ઘટનાએ દેશભરમાં ગુસ્સાની લાગણી ફેલાવી છે. Anupam Kher એ આ અંગે પોતાના વીડિયોમાં પ્રતિક્રિયા આપી છે કે તેમણે કહ્યું કે, આવી ઘટનાઓની પીડા શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. તેમને કહ્યું કે, હવે શબ્દો નિરર્થક લાગે છે, કારણ કે હૃદયની વેદના શબ્દોની પહોંચથી બહાર છે.
કાશ્મીરી પંડિતોને યાદ કર્યા
વીડિયોમાં ખૂબ જ ભાવુક થયા બાદ Anupam Kher એ જણાવ્યું કે, આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. આ ઘટનાએ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોની યાદ અપાવી. હું કાશ્મીરી પંડિતો પર વિતેલ ઘટનાનો સાક્ષી રહ્યો છે. The Kashmir Files નો ઉલ્લેખ કરતાં અનુપમ ખેરે કહ્યું કે, આ ફિલ્મમાં દર્શાવેલું સત્ય તો માત્ર એક નાનો અંશ હતો, પરંતુ કેટલાક લોકોએ તેને 'પ્રચાર' ગણીને નકારી કાઢ્યો. આ ઘટનાઓએ તેમના હૃદયને ઊંડે સુધી ઘાયલ કર્યુ છે.
આ પણ વાંચોઃ Pahalgam Terrorist Attack બાદ પાકિસ્તાનમાં ફફડાટ,પાકિસ્તાનમાં હાઈએલર્ટ જાહેર