ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pakistan : યુટ્યૂબ બાદ પાકિસ્તાનીઓના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બ્લોક

યુટ્યૂબ બાદ પાકિસ્તાનીઓના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બ્લોક ભારતના યુઝર્સ નહીં જોઈ શકે તેમની પોસ્ટ કે પ્રોફાઇલ જ્વેલીન થ્રોઅર અરશદ નદીમનું ઈન્સ્ટા એકાઉન્ટ બ્લોક પાકિસ્તાની એક્ટ્રેસ માહીરા ખાનનું ઈનસ્ટા એકાઉન્ટ બ્લોક બીજા કેટલાંક પાકિસ્તાની ઈન્ફ્લૂએન્સરના એકાઉન્ટ બંધ Pakistan : હવે...
05:45 PM May 01, 2025 IST | Hiren Dave
યુટ્યૂબ બાદ પાકિસ્તાનીઓના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બ્લોક ભારતના યુઝર્સ નહીં જોઈ શકે તેમની પોસ્ટ કે પ્રોફાઇલ જ્વેલીન થ્રોઅર અરશદ નદીમનું ઈન્સ્ટા એકાઉન્ટ બ્લોક પાકિસ્તાની એક્ટ્રેસ માહીરા ખાનનું ઈનસ્ટા એકાઉન્ટ બ્લોક બીજા કેટલાંક પાકિસ્તાની ઈન્ફ્લૂએન્સરના એકાઉન્ટ બંધ Pakistan : હવે...
Pakistani actors Instagram

Pakistan : હવે મોદી સરકારે ભારતમાં ભાલા ફેંકનાર અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Insta account blocked) પણ બ્લોક કરી દીધું છે. ભારતમાં નદીમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સંદેશ મળી રહ્યો છે કે, "આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી." આ નિર્ણય કાનૂની વિનંતી બાદ લેવામાં આવ્યો હતો. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યુ છે.પહેલગામ આતંકવાદી હુમલા બાદ 'કાનૂની વિનંતી'ને કારણે ભારતમાં તમામ પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક

જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. સરકારે એવા પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે જેના ભારતમાં મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ભારતમાં ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે "ભારત, તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી". ભારતમાં ભૂતપૂર્વ ક્રિકેટરો શોએબ અખ્તર, બાસિત અલી અને શાહિદ આફ્રિદીના યુટ્યુબ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. જોકે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપલબ્ધ છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો અલી ઝફર અને માહિરા ખાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -SRK in MCU : શું શાહરુખ MCU ફિલ્મમાં દેખાશે ? વાંચો વિવિધ ફેન્સ થીયરીઝ...

પાકિસ્તાની એક્ટ્રેસ માહીરા ખાનનું ઈનસ્ટા એકાઉન્ટ બ્લોક

ભારતમાં પાકિસ્તાની સેલેબ્સના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. પહલગામ હુમલા પછી ભારત સરકારે કાર્યવાહી કરી અને ભારતીય યૂઝર્સ માટે મોટા પાકિસ્તાની કલાકારોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. આ યાદીમાં હાનિયા આમિરથી લઈને ઇમરાન અબ્બાસ જેવા સેલેબ્સના નામ સામેલ છે.આ સંદર્ભમાં ભારતમાં હવે પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે સેલેબ્સના ફોલોઅર્સમાં ભારે ઘટાડો થયો હશે. જોકે, હાનિયા આમિર અને માહિરા ખાને પણ પહલગામમાં થયેલા હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું.ઇન્સ્ટાગ્રામ પર આ પાકિસ્તાની કલાકારોના યુઝર આઈડી સર્ચ કરતી વખતે લખેલું હોય છે – એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. આનું કારણ એ છે કે આ કેન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની કાનૂની વિનંતીનું પાલન કર્યું છે.

આ પણ  વાંચો -Pahalgam Terror Attack : આમિર ખાનની સિતારે જમીન પરના ટ્રેલર રિલીઝ પર શી થઈ અસર ?

ઇમરાન અબ્બાસનો પણ આ યાદીમાં સમાવેશ

લોકપ્રિય અભિનેત્રી હાનિયા આમિર એ પાકિસ્તાની કલાકારોમાં સામેલ છે જેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઈસમાં જોવા મળેલી માહિરા ખાન, શ્રીદેવી સાથે ફિલ્મ મોમમાં કામ કરનાર સજલ અલી અને એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળેલ ઇમરાન અબ્બાસનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત અલી ઝફર સહિત ઘણા અન્ય એકાઉન્ટ્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Tags :
Fawad Khan film release uncertainIndian users unable to access Pakistani actorsInstagram accounts restricted in Indialegal request InstagramMahira Khan Instagram accountPakistan India tensionsPakistani actors Instagram
Next Article