Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Pakistan Video: પાકિસ્તાનમાં પણ ધુરંધર ફિલ્મના ચાહકો, "શરારત" ગીત પર પાકિસ્તાની યુવતીઓએ લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ

ભલે "ધુરંધર" પાકિસ્તાનમાં રિલીઝ નથી થઈ. પરંતુ પાકિસ્તાની જનતા ડિજિટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ ઉત્સાહથી જોઈ રહી છે. આ ફિલ્મના ગીતો સરહદ પાર પણ ધૂમ મચાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની યુવતીઓ "શરારત" ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
pakistan video  પાકિસ્તાનમાં પણ ધુરંધર ફિલ્મના ચાહકો   શરારત  ગીત પર પાકિસ્તાની યુવતીઓએ લગાવ્યા ઠુમકા  વીડિયો વાયરલ
Advertisement
  • Pakistan Video: સરહદ પાર ધુરંધરની ગૂંજ
  • પાકિસ્તાની યુવતીઓનો વીડિયો થયો વાયરલ
  • શરારત ગીત પર યુવતીઓએ લગાવ્યા ઠુમકા

Pakistan Video: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' ('Dhurandhar') માત્ર 2025 ની સૌથી સફળ ફિલ્મોમાંની એક નથી બની. પરંતુ ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડીને ભારતીય સિનેમા (Indian cinema)ની શ્રેષ્ઠ ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે હજુ પણ તેજ ગતિ પકડી રાખી છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે, ધુરંધર ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થઈ નથી. તેમ છતાં ફિલ્મનું પાઇરેટેડ વર્ઝન (Pirated version) ખૂબ ડાઉનલોડ થઈ રહ્યું છે. તેના ગીતો પણ બધે જ ધૂમ મચાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે એક વાત સાબિત કરે છે કે 'ધુરંધર'ની ગર્જના પાકિસ્તાનમાં પણ જોરશોરથી ગુંજવા લાગી છે.

Pakistan Video 01_GUJARAT_FIRST

Advertisement

Pakistan Video: શરારત સોંગના તાલે ઝૂમી પાકિસ્તાની યુવતીઓ

સોશિયલ મીડિયા (Social media) માં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, બે પાકિસ્તાની યુવતીઓ ધુરંધર ફિલ્મના આઈટમ સોંગ પર નાચી રહી છે. પાકિસ્તાનના કોઈ સ્થળ પર એક લગ્ન પ્રસંગમાં ધુરંધર ફિલ્મનું શરારત ગીર વાગી રહ્યું છે. અને બે યુવતીઓ ગીતના તાલ સાથે તાલ મીલાવીને ઝૂમતી જોવા મળે છે. બંને યુવતીઓ ખૂબ જ સુંદર શૈલીમાં નાચ રજૂ કરે છે. અને તેમનો ડાન્સ જોઈને લોકો તાળીઓ પાડવા માટે મજબૂર થઈ જાય છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ (Users) પણ આ વાયરલ વીડિયોની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

Advertisement

આ ગીત ચાર્ટબસ્ટર બન્યું

'ધુરંધર' ના આ આઇટમ સોંગ વિશે વાત કરીએ તો, તે ક્રિસ્ટલ ડિસોઝા (Crystal D'Souza) અને આયેશા ખાને (Ayesha Khan) અભિનય આપ્યો છે. રિલીઝ થયા પછી ગીત જ ચાર્ટબસ્ટર (Chartbuster) રહ્યું છે. ગીતના હૂક સ્ટેપ અને બોલ લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં તેના પર લાખો રીલ્સ બનાવવામાં આવી છે. ભારત સહિત દુનિયાભરમાં આ ગીત પર રીલ્સ બનાવવામાં આવી રહી છે. આ ગીતને યુટ્યુબ પર ઘણાબધા વ્યૂઝ મળી રહ્યા છે. સા રે ગા મા પા મ્યુઝિક નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા આ ગીતને અત્યાર સુધીમાં 10 કરોડ 72 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો-------- રિલીઝ પહેલા Thalapathy Vijay ની આખરી ફિલ્મનો જબ્બર ક્રેઝ, રૂ. 2 હજાર સુધી ટિકિટ વેચાઇ

બોક્સ ઓફિસ પર ધુરંધરની સફળતા

"ધુરંધર" ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ છે. રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હજાર 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સારા અર્જુન, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર. માધવન, સંજય દત્ત અને રાકેશ બેદી જેવા કલાકારો પણ છે.

આ પણ વાંચો-------- United in Triumph : World Cup Winner ટીમોના સન્માનમાં નીતાબેન અંબાણી દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો--------- Bigg Boss 19 Winner:ગૌરવ ખન્નાનો મોટો ખુલાસો, અંબાણી પરિવારના ઇવેન્ટનું આયોજન, હજી નથી મળી જીતેલી કાર

Tags :
Advertisement

.

×