Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistani Cine stars : બોલિવૂડમાં પાકિસ્તાની સ્ટાર્સ? ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે’ વાળો ઘાટ

હિન્દુ છોકરી-મુસ્લિમ છોકરાની વાર્તા બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ માટે શ્રેષ્ઠ વિષયોમાંનો એક રહ્યો છે. ભારતીય ફિલ્મ નિર્માતાઓ બહુ ચતુરાઈથી પોતાનો ધર્મનિરપેક્ષ એજન્ડા રજૂ કરે છે.
pakistani cine stars   બોલિવૂડમાં પાકિસ્તાની સ્ટાર્સ  ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે’ વાળો ઘાટ
Advertisement

Pakistani Cine stars : હિન્દુ છોકરી-મુસ્લિમ છોકરાની વાર્તા બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ માટે શ્રેષ્ઠ વિષયોમાંનો એક રહ્યો છે. ભારતીય ફિલ્મ નિર્માતાઓ બહુ ચતુરાઈથી પોતાનો ધર્મનિરપેક્ષ એજન્ડા રજૂ કરે છે, ક્યારેક સ્પષ્ટપણે મુખ્ય પાત્રો દ્વારા તો ક્યારેક ફિલ્મમાં જ આડવાત દ્વારા. પાડોશી દેશ, ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનમાં તથા ઈરાન,ઈરાક,ટર્કી,લિબિયા,મોરીટાનીયા જેવા દેશોમાં લોકોમાં બૉલીવુડ ફિલ્મોનું ઘેલું છે. આ દેશોમાં ખાસ કરીને શાહરૂખખાન,સલમાન અને માધુરી જેવા સ્ટાર્સનું લોકોમાં ઘેલું છે એટલે નિર્માતાઓ માટે મુસ્લિમ દેશો ધીકતું બજાર છે.

અલબત્ત,પાકિસ્તાનમાં ય ફિલ્મો બને છે પણ એમાં boલિવૂડ જેવુ ગ્લેમર હોતું નથી અને મેકિંગમાં પણ હજી લોલિવૂડ એક સદી પાછળ છે. એટલે એનું માર્કેટ લગભગ સાવ નગણ્ય છે.

Advertisement

મુસ્લિમ દેશોના માર્કેટને લીધે બોલિવૂડની મોટાભાગની ફિલ્મોમાં કોમી તત્વ મારીમચડીને ય ઘૂસેડી દેવામાં આવે છે. જો આપણે એમ સમજતા હોઈએ કે દેશમાં જેની ફિલ્મ ફ્લોપ જાય તો પણ નિર્માતા અને ફાઇનૅન્સરો ધડાધડ ફિલ્મો બનાવતા જ જાય છે અને સ્ટાર લોકો કરોડો રૂપિયા એક એક ફિલ્મના લે છે અને એ ચાલે છે પણ ખરા.
વાત કરીએ પાકિસ્તાની ફિલ્મ(લોલીવુડ)ની હિટ ફિલ્મ "બોર્ડર" ની. ફિલ્મની મુખ્ય વાર્તાની સાથે, એક મુસ્લિમ છોકરા અને એક હિન્દુ છોકરીની પ્રેમકથા હતી. આ ફિલ્મ 2002 માં રિલીઝ થઈ હતી.

Advertisement

પાકિસ્તાની ઇસ્લામિક પ્રચાર પર આધારિત ફિલ્મ "બોર્ડર"

આ ફિલ્મનો હીરો પાકિસ્તાની સુપરસ્ટાર શાન શાહિદ છે જેણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેને પાકિસ્તાનનો સૌથી મોંઘો અભિનેતા માનવામાં આવે છે. તેમની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ 2007 માં રિલીઝ થયેલી "ખુદા કે લિયે" હતી, જેમાં હિન્દુસ્તાની અભિનેતા નસીરુદ્દીન શાહે પણ મૌલવીની નાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે ભારતમાં પણ રેકોર્ડ બનાવ્યો. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, આ ભારતમાં રિલીઝ થનારી પહેલી પાકિસ્તાની ફિલ્મ હતી.

પાકિસ્તાની ફિલ્મ "બોર્ડર" ની વાર્તા ભારતીય સેનાના મેજર ભરત અને પાકિસ્તાની સેનાના મેજર ખાલિદ વચ્ચેની ધાર્મિક દુશ્મનાવટ પર આધારિત છે. આ ફિલ્મના બધા પાત્રો કાલ્પનિક હતા.
પરિચિત પાકિસ્તાની ઇસ્લામિક પ્રચાર પર આધારિત આ ફિલ્મની વાર્તા તેના નિર્માતાઓની વિચારસરણી જેટલી જ સસ્તી અને હિન્દુ વિરોધી છે.

ફિલ્મની પ્રેમકથા વિશે વાત કરીએ જેના મુખ્ય પાત્રો પાકિસ્તાની છોકરો ખાલિદ અને ભારતીય છોકરી પ્રીતિ છે.

પાકિસ્તાન સતત એવો પ્રચાર કરે છે કે ભારતીય સૈનિકો મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર કરે છે અને મુસ્લિમ યુવાનો હિન્દુ યુવાનો કરતાં ઘણા વધુ શક્તિશાળી છે. આ બંને મસાલા પાકિસ્તાની ફિલ્મ "બોર્ડર" માં પણ હાજર છે.

ઇસ્લામિક પ્રચાર તેના કટ્ટરપંથી સ્વરૂપે

ફિલ્મના એક દ્રશ્યમાં, ભારતીય સૈનિકો એક મુસ્લિમ મહિલાને બંધક બનાવીને તેના પર બળાત્કાર કરતા જોવા મળે છે. તે મહિલા વારંવાર ભારતીય સૈનિકોને અભદ્ર ભાષામાં ભાંડી રહી છે.(ભારતમાં તો એ દ્રશ્ય જ સેન્સર થઈ ગયું હોત જો ભારતીય ફિલ્મોમાં એ ભાષા છોડો કોઈ કોમ વિશેષનો નામ માત્રનો ઉલલખ કર્યો હોત તો???
અહીંના ઉદારવાદીઓ અને મુસ્લિમો કેટલો હોબાળો મચાવે?? ).

ફિલ્મમાં પૃષ્ઠભૂમિમાં ચાલી રહેલો ઇસ્લામિક પ્રચાર તેના કટ્ટરપંથી સ્વરૂપ સામે આવવા લાગે છે. કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર, ભારતીય સૈનિકો કાશ્મીરી મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર કરતા દર્શાવવામાં આવ્યા છે. બોલિવૂડની દેશભક્તિ પર બનેલી જે. પી. દત્તાની ફિલ્મ ‘બોર્ડર’ નું ટાઇટલ બેઠું કોપી કરાયું છે.
અહીં એ નોંધનીય છે કે સના નવાઝ અને શાન શાહિદે ફક્ત બોર્ડરમાં જ નહીં પરંતુ આ પ્રકારની ઘણી હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ જાણવા છતાં, બોલિવૂડ નિર્માતાઓએ તેમને ઘણી ફિલ્મોની ઓફર કરી છે.
શાન શાહિદે લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે ઘણી ભારત વિરોધી અને હિન્દુ વિરોધી ફિલ્મો બનાવી છે, પરંતુ બોલિવૂડ સ્ટાર "આમિર ખાને" તેમને "ગજની" માં મુખ્ય ભૂમિકા ઓફર કરી. શાને આ ઓફર ઠુકરાવી દીધી, અને કહ્યું કે તેના ચાહકો તેને એક ભારતીય દ્વારા માર મારતો જોઈ શકતા નથી. ખરેખર આમિર ખાને શાનને ગઝનીની ભૂમિકા ઓફર કરી હતી.

આમીરખાને મોં માંગી કિમત ઓફર કરેલી

૨૦૧૩માં પાકિસ્તાની અખબાર ડોનને આપેલા ઇન્ટરવ્યુમાં શાને કહ્યું હતું કે, “આમિર ખાને મને ખલનાયકની ભૂમિકા ભજવવાની ઓફર કરી હતી. મેં આમિર ખાનને કહ્યું હતું કે હું ફિલ્મ માટે એટલી જ રકમ લઈશ જેટલી સૂર્ય શિવકુમારને મળી હતી. આમિર ખાને મારી ઓફર સ્વીકારી પણ મેં તેમને મારા અંતિમ જવાબની રાહ જોવા કહ્યું. એક અઠવાડિયા સુધી વિચાર કર્યા પછી, મેં આમિર ખાનની ઓફર ઠુકરાવી દીધી. મેં આમિર ખાનની માફી માંગી અને કહ્યું કે જો હું ભારતીય ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવીશ, તો ફિલ્મનો ભારતીય હીરો મને માર મારશે. આ મારા અને પાકિસ્તાન બંને માટે ખૂબ જ મોટું અપમાન હશે.

સના નવાઝને 2007 માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ "કાફિલા" માં લોન્ચ કરવામાં આવી

Pakistani Cine star સના નવાઝને 2007 માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ "કાફિલા" માં લોન્ચ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન એક અજાણ્યા દિગ્દર્શક અમતોજી માન દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે 1984 ના રમખાણો પર આધારિત ફિલ્મ "હવાઈયા" પણ બનાવી હતી. સના નવાઝે 2013 માં રિલીઝ થયેલી એક પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું હતું જેનો હીરો પંજાબી ગાયક-અભિનેતા ઇન્દ્રજીત નિક્કુ હતો. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પણ મહેમાન ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં પાકિસ્તાની હાસ્ય કલાકારો સરદાર કમાલ અને હયા અલીએ પણ કામ કર્યું હતું.
શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ ભારતીય કલાકાર મુસ્લિમ વિરોધી અને પાકિસ્તાન વિરોધી સંવાદો બોલે છે અને છતાં પણ પાકિસ્તાનમાં તેનું સન્માન અને સ્વાગત કરવામાં આવે ?

જરા વિચારો, શું એવું શક્ય છે કે કોઈ ભારતીય અભિનેત્રી બોલીવુડ ફિલ્મમાં એવો સંવાદ કરે કે "મહિલાઓ પર અત્યાચાર કરવો એ ખાસ સમુદાયની સદીઓ જૂની પરંપરા છે" અને આ પછી પણ તેને પાકિસ્તાની ફિલ્મમાં હિરોઈનનો રોલ ઓફર કરવામાં આવે?
બોલીવુડમાં Pakistani Cine stars ને ખાસ સ્થાન એ બોલિવૂડની ખોખલી માનસિકતા છતી કરે છે.

અહેવાલ : કનુ જાની

Tags :
Advertisement

.

×