Palak Tiwari એ Ranveer Allahbadia ને કર્યો રોસ્ટ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- પલક તિવારીએ યુટ્યુબર Ranveer Allahbadia ને કર્યો રોસ્ટ
- મિમિક્રીનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- દિલજીત દોસાંજના કોન્સર્ટમાં બંને સાથે જોવા મળ્યા
- રણવીરની બોલવાની શૈલીની પલકે ઉડાવી મજા
- યુઝર્સે પલકની એક્ટિંગ કુશળતાના કર્યા વખાણ
- ઈબ્રાહિમ અલી ખાન સાથેના અફવાઓ વચ્ચે પલકે કહ્યું 'હું સિંગલ છું'
Ranveer Allahbadia : ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી (Palak Tiwari) અવારનવાર ચર્ચામા રહેતી હોય છે. ત્યારે પલક તિવારી હાલમાં તેના લૂક્સ સિવાય અન્ય એક કારણથી ચર્ચામાં છે. તાજેતરમાં પલક અને જાણીતા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia) નો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા દિલજીત દોસાંજના કોન્સર્ટ (Diljit Dosanjh Concert) દરમિયાનનો છે, જ્યાં બંને કલાકારો સાથે જોવા મળ્યા હતા.
Palat Tiwari, daughter of Shweta Tiwari and girlfriend of Ibrahim Khan is given beerbiceps (Ranveer allahbadia) TASTE of his own medicines.
The way she is nodding is proper trolling 😂 pic.twitter.com/SxFYcFsCKM
— Chota Don (@choga_don) May 2, 2026
Ranveer Allahbadia નું કર્યું ફની રોસ્ટ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં પલક તિવારીએ જે રીતે રણવીરની મિમિક્રી [Mimicry] કરી છે તે જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાતચીત દરમિયાન પલકે રણવીરની ખાસ શૈલીમાં માથું હલાવીને તેનું અનુકરણ કર્યું હતું. રણવીર જ્યારે ગંભીરતાથી જવાબ આપી રહ્યો હતો ત્યારે પલકે તેની નકલ કરીને તેને રોસ્ટ [Roast] કર્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો પલકના આ કોમિક અંદાજના વખાણ કરી રહ્યા છે અને રણવીરના જૂના વીડિયો સાથે તેને સરખાવી રહ્યા છે.
View this post on Instagram
સિંગલ હોવા અંગે પલકનો જવાબ
આ મુલાકાત દરમિયાન જ્યારે રણવીરે પલકને તેના રિલેશનશિપ સ્ટેટસ (Relationship Status) વિશે પૂછ્યું, ત્યારે તેણે થોડા ખચકાટ સાથે જણાવ્યું કે તે સિંગલ [Single] છે. જોકે, બોલિવૂડમાં લાંબા સમયથી અફવા છે કે પલક તિવારી સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) ને ડેટ કરી રહી છે. હાલમાં તો આ વાયરલ વીડિયોએ ફેન્સને મનોરંજન પૂરું પાડ્યું છે. જો કે સોશિયલ મીડિયા પર આ વીડિયોમાં કેટલાક લોકોને પસંદ આવ્યો છે તો કેટલાક લોકોને રણવીરને ટ્રોલ પણ કરી રહ્યાં છે. જો કે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વીડિયોમાં કોમેન્ટનો વરસાદ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કેનેડામાં કપિલ શર્માના 'Kaps Cafe' પર ફરી ફાયરિંગ


