Pamela Bach Death: હોલિવૂડ એક્ટ્રેસ પામેલા બાખનું નિધન,પોલીસને આત્મહત્યાની આશંકા!
- હોલીવુડ એક્ટ્રેસ પામેલા બાચનું નિધન
- અભિનેત્રીએ 62 વર્ષની વયે આત્મહત્યા કરી
- અનેક લોકપ્રિય શોમાં કામ કર્યું હતું
Pamela Bach Death: બેવોચ, ધ ફોલ ગાય અને નાઈટ રાઈડર જેવા હિટ શોનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે 62 વર્ષની વયે આત્મહત્યા કરીને મૃત્યુ પામી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રખ્યાત અભિનેત્રીએ 5 માર્ચે આત્મહત્યા કરી હતી. મળતી માહિતી અનુસાર પામેલાનો Pamela Bach Deathપરિવાર છેલ્લા કેટલાક સમયથી તેનો સંપર્ક કરી શક્યો ન હતો અને આવી સ્થિતિમાં તેની ચિંતા વધી ગઈ હતી. આ પછી જ્યારે પરિવારના સભ્યો અભિનેત્રીના ઘરે પહોંચ્યા તો તે ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી.
અભિનેત્રીના ઘરેથી સુસાઈડ નોટ મળી નથી
જ્યારે પેરામેડિક્સને બોલાવવામાં આવ્યા, તપાસ બાદ અભિનેત્રીને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવી. કહેવાય છે કે પામેલાએ આત્મહત્યા કરી લીધી છે. તેના ઘરેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ તેના માથા પર ગોળીનો ઘા જોવા મળ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તેમનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું છે.
View this post on Instagram
આ પણ વાંચો -India’s Got Latent: NCW સામે રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વ માખીજાએ માંગી માફી
ડેવિડ હેસલેહોફ સાથે સંબંધ હતો
પામેલા બાચના અંગત જીવન વિશે વાત કરીએ તો તે અભિનેતા ડેવિડ હેસલેહોફ સાથે પણ સંબંધ ધરાવે છે. બંનેએ વર્ષ 1989માં લગ્ન કર્યા હતા, પરંતુ 2006માં બંને અલગ થઈ ગયા હતા.અભિનેત્રીના નિધનની માહિતી સામે આવ્યા બાદ તેના પૂર્વ પતિ ડેવિડે તેના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતાએ એમ પણ લખ્યું કે, અમારો આખો પરિવાર પામેલાના નિધનથી ખૂબ જ દુઃખી છે. અમે તમામ લોકોને પ્રાઈવસીનું ધ્યાન રાખવાની અપીલ કરીએ છીએ.
આ પણ વાંચો -'હું થાકી ગઈ છું, પૂરતો આરામ નથી મળ્યો...', પોલીસ પૂછપરછ દરમિયાન રાન્યા રાવે કર્યા આ ખુલાસા
પામેલા પોતાની પાછળ બે પુત્રીઓ છોડી ગઈ
અભિનેત્રી પામેલાને બે પુત્રીઓ છે, ટેલર અને હેલી. બંનેને તેમની માતા પ્રત્યે ઊંડો પ્રેમ હતો. અભિનેત્રી પોતાની દીકરીઓ સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હતી.
આ પણ વાંચો -Chitrangada Singh ટ્રેલર લોન્ચ દરમિયાન સ્ટેજ પરથી કેમ ભાગી? જુઓ VIDEO
ફોટો ક્રેડિટ- ઇન્સ્ટાગ્રામ
પામેલાની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ વિશે વાત કરતાં, તેણે 2025ની શરૂઆતમાં તેને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા એક નોટ લખી હતી. આમાં તેણે પોતાની દીકરીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમને તેમની દીકરીઓ પ્રત્યે ઊંડો પ્રેમ હતો. અભિનેત્રીની આ દુનિયામાંથી અચાનક વિદાયથી તેની પુત્રીઓને ખૂબ જ દુઃખ થયું હશે.