Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Entertainment : લગ્ન પહેલા પરિણીતીએ રાઘવ સાથે કર્યા મહાકાલનાં દર્શન

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, બી-ટાઉનનું આ નવું કપલ 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કરશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જણાવી દઈએ...
entertainment   લગ્ન પહેલા પરિણીતીએ રાઘવ સાથે કર્યા મહાકાલનાં દર્શન
Advertisement

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, બી-ટાઉનનું આ નવું કપલ 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કરશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

જણાવી દઈએ કે 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ દિલ્હીમાં સગાઈ કરી હતી. હવે લગ્નના એક મહિના પહેલા રાઘવ અને પરિણીતી ચોપરા ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યા હતા, જ્યાંથી તેમની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પરિણીતી તેના મંગેતર રાઘવ સાથે બાબા મહાકાલના દરબારમાં હાજરી આપી રહી છે.

Advertisement

Advertisement

મહાકાલ મંદિરમાં દોઢ કલાક સુધી પૂજા કરી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ઉજ્જૈન મહાકાલ મંદિરમાં લગભગ દોઢ કલાક સુધી પૂજા કરી, આ દરમિયાન બંનેએ ભગવાનના આશીર્વાદ લીધા. જ્યારે પરિણીતી ચોપરાએ મહાકાલના દર્શન કરવા માટે ગુલાબી સાડી પહેરી હતી, તો રાઘવ ચઢ્ઢા લાલ અને પીળા રંગની ધોતીમાં જોવા મળ્યા હતા. આ તસવીરમાં રાઘવ અને પરિણીતી મહાકાલની સામે હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળે છે.

હાથ જોડીને ભગવાન શિવના આશીર્વાદ લીધા

આ તસવીરમાં જોઈ શકાય છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા શિવલિંગની સામે માથું નમાવતા જોવા મળી રહ્યા છે. રાઘવ અને પરિણીતીની આ તસવીરો પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ભગવાન મહાકાલની આરતી કરી રહ્યાં છે. ફોટામાં આ કપલ હાથમાં આરતીની થાળી પકડેલુ જોવા મળે છે.

કપાળ પર ચંદન અને ગળામાં માળા પહેરેલા જોવા મળ્યા

આ તસવીરોમાં જોઈ શકાય છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા કપાળ પર ચંદનનું તિલક અને ગળામાં ફૂલોની માળા પહેરેલા જોવા મળે છે. ફોટામાં રાઘવ અને પરિણીતી ભગવાન મહાકાલની આરતી કરી રહ્યા છે.

મહાકાલની ભસ્મ આરતીમાં હાજરી આપી હતી

જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ પણ મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. આ તસવીરમાં જોઈ શકાય છે કે રાઘવ અને પરિણીતી સાથે અનેક પૂજારીઓ મહાકાલની આરતી કરી રહ્યા છે.

આ  પણ  વાંચો-સુધા ચંદ્રન-આત્મબળનું જીવંત ઉદાહરણ

Tags :
Advertisement

.

×