Sonu Nigam ના શોમાં લોકોએ ફેંક્યા પથ્થર, સિંગરે કહ્યું, હું અહીંયા ગાવા માટે...
- Sonu નિગમના શોમાં લોકોએ ફેંક્યું પથ્થર
- 1 લાખની લોકોની ભીડ કાબૂ બહા
- લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો
Sonu Nigam concert : સિંગર સોનુ નિગમ પોતાના કોન્સર્ટના (Sonu Nigam concert)કારણે ચર્ચામાં રહે છે.તાજેતરમાં તેના કોન્સર્ટ દરમિયાન લોકો કાબૂ બહાર ગયા હતા. તેઓએ સોનુ નિગમ પર પથ્થરો અને બોટલો ફેંકી હતી. સોનુ નિગમે પણ આ અંગે પ્રતિક્રિયા આપી અને લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો.
સોનુ નિગમના લઈન શોમાં મોટી દુર્ધટના
સોનુ નિગમે રવિવારે દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના એન્જીફેસ્ટમાં પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન ભીડે પથ્થરો અને બોટલો ફેંકી હતી. આ જોઈને સોનુ નિગમે પર્ફોર્મન્સ અધવચ્ચે જ બંધ કરી દીધું અને દર્શકોને આ પ્રકારનું વર્તન ન કરવાની વિનંતી કરી. શોમાં જ્યારે કોઈએ હેરબેન્ડ ફેંક્યો તો સોનુએ તેના માથા પર લગાવ્યો. સોનુએ લોકોને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે મામલો વણસ્યો તો તેણે લોકોને વિનંતી કરી.
આ પણ વાંચો -Urfi Javed એ પોતાની Youtube ચેનલ શરૂ કરી, પહેલા જ વીડિયોમાં કરી દીધો આ કાંડ
લોકોની ભીડ કાબૂ બહા
સોનુ નિગમે કહ્યું-'હું અહીં તમારા માટે આવ્યો છું જેથી આપણે બધા અહીં સારો સમય પસાર કરી શકીએ. હું તમને આનંદ ન લેવાનું કહેતો નથી, પરંતુ તે ન કરો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનુની ટીમના સભ્યને ઈજા થઈ હતી. કોન્સર્ટમાં સોનુ કલ હો ના હો, સૂરજ હુઆ મદધામ જેવા ગીતો ગાતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો -Sonu Sood Wife Accident નો ભોગ બની,ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટમાં દાખલ
સોનુએ લોકોને ઘણી વાર વિનંતી કરી
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સોનુ નિગમનો કોલકાતા કોન્સર્ટ પણ ચર્ચામાં રહ્યો હતો. આ દરમિયાન સોનુ ગુસ્સે થઈ ગયો. સોનુ નિગમનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ભીડ સામે બૂમો પાડતો જોવા મળ્યો હતો. સોનુએ લોકોને ઘણી વાર વિનંતી કરી, પરંતુ જ્યારે તેઓ રાજી ન થયા તો તેણે કહ્યું- જો તમારે ઊભા રહેવું હોય તો ચૂંટણીમાં ઊભા રહો.