Pooja Hegde એ થલાપતિ વિજયને લઈને કરી હતી આ ભવિષ્યવાણી, વીડિયો થયો વાયરલ
- પૂજા હેગડેએ "જન નાયકન" ના સેટ પરથી થલાપતિ વિજયની જીતની કરી હતી આગાહી (Pooja Hegde Post)
- વ્હાઇટબોર્ડ પર લખેલા પ્રશ્નનો જવાબ પૂજાએ વિજય તરફ ઈશારો કરીને આપ્યો હતો
- સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં વિજય પૂજાની મસ્તી જોઈને શરમાતા દેખાયા
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના (Tamil Nadu Assembly Election) પરિણામોમાં સુપરસ્ટાર થલાપતિ વિજયની (Thalapathy Vijay) પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) એ ૧૦૮ બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ભવ્ય વિજય બાદ હવે બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે (Pooja Hegde) ચર્ચામાં આવી છે. પૂજાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તેણે વિજયના મુખ્યમંત્રી બનવાની આગાહી પહેલા જ કરી દીધી હતી.
Pooja Hegde Post: શૂટિંગના સેટ પર થઈ હતી આગાહી
પૂજા હેગડેએ (Pooja Hegde) મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો તેમની આગામી ફિલ્મ "જન નાયકન" (Jana Nayakan) ના સેટનો છે. વીડિયોમાં પૂજા એક વ્હાઇટબોર્ડ પાસે ઉભી છે, જેના પર લખ્યું છે, "ચૂંટણી કોણ જીતશે?" (Who will win the election?). પૂજા આ પ્રશ્ન તરફ ઈશારો કરે છે અને પછી સ્મિત સાથે વિજય તરફ આંગળી ચીંધે છે. આ જોઈને વિજય (Thalapathy Vijay) શરમાઈ જાય છે અને પોતાનો ચહેરો છુપાવતા જોવા મળે છે.
View this post on Instagram
પૂજાની પોસ્ટ અને ચાહકોનો ઉત્સાહ
આ વીડિયો શેર કરતા પૂજાએ કેપ્શનમાં લખ્યું, "એવું લાગે છે કે મેં તે બનતા પહેલા જ અનુમાન લગાવ્યું હતું? સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાનું નામ એટલે વિજય સર." નેટીઝન્સ આ વીડિયો જોઈને દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પૂજાની સચોટ આગાહીના (Accurate Prediction) વખાણ કરી રહ્યા છે. ઘણા ફેન્સ હવે પૂજાને "તમિલનાડુના ભાવિ મુખ્યમંત્રીની સચોટ જોષી" કહી રહ્યા છે.
'જન નાયકન' રિલીઝ માટે તૈયાર
નોંધનીય છે કે, વિજય અને પૂજા હેગડેની જોડી ફરી એકવાર મોટા પડદે "જન નાયકન" (Jana Nayakan) ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ૮ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ચૂંટણીમાં જીત બાદ હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર (Box Office) પણ ધૂમ મચાવશે તેવી પૂરી શક્યતા છે. પૂજાએ વિજયને અભિનંદન આપતા કહ્યું કે હવે તો પાર્ટીનો સમય છે!
આ પણ વાંચો: Jana Nayagan OTT Deal : Vijay ની ફિલ્મ રિલીઝ ફરી ઘોંચમાં પડી


