Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Poonam Pandey: પૂનમ પાંડેનો નવો વિવાદ, ક્રિકેટરો અને સેલેબ્સના 'ડાયરેક્ટ મેસેજ' વિશે કર્યો મોટો ધડાકો, યુઝર્સે કરી ટ્રોલ

પૂનમ પાંડેએ ક્રિકેટ ખેલાડીઓ દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ વિશે ખુલાસો કર્યો છે. તેણીએ ખુલાસો કર્યો છે કે ઘણા ખેલાડીઓ તેને વારંવાર મેસેજ મોકલે છે. જ્યારે કેટલાક ફક્ત ટાઈમ પાસ કરવા માગે છે.
poonam pandey  પૂનમ પાંડેનો નવો વિવાદ  ક્રિકેટરો અને સેલેબ્સના  ડાયરેક્ટ મેસેજ  વિશે કર્યો મોટો ધડાકો  યુઝર્સે કરી ટ્રોલ
Advertisement
  • Poonam Pandey: અભિનેત્રીનો ચોંકાવનારો દાવો
  • 'પ્રખ્યાત ક્રિકેટરે મને મેસેજ કરે છેઃ પૂનમ પાંડે
  • તેઓ માત્ર ટાઈમપાસ કરવા માગે છેઃ પૂનમ પાંડે

Poonam Pandey: અભિનેત્રી (Actress) અને મોડેલ પૂનમ પાંડે (Poonam Pandey) ઘણીવાર કોઈને કોઈ વિવાદને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેના પ્રેમ જીવન (Love life) ને કારણે ચર્ચામાં રહે છે, તો ક્યારેક તે મૃત્યુની અફવાઓ (Rumors) થી લોકોને ચોંકાવી દે છે. ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. આ વખતે અભિનેત્રીએ ક્રિકેટ ખેલાડીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

Poonam Pandey 01_GUJARAT_FIRST

Advertisement

Poonam Pandey: પૂનમે ખેલાડીઓ વિશે શું કહ્યું?

પૂનમે ક્રિકેટરો અને અભિનેતાઓ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું. એક ખાનગી ન્યૂઝ સાથેની વાતચીતમાં, તેણીએ કહ્યું કે ઘણા કલાકારો અને ક્રિકેટરો એવા છે જે તેને સતત મેસેજ કરતા હતા. પૂનમને જ્યારે પૂછવામાં આવ્યું કે, "તમને ઘણા બધા DM (ડાયરેક્ટ મેસેજ) (Direct message) મળવા જોઈએ, બ્લુ ટિકવાળા (Blue tick) જેને તમે જાણતા હોવ." પૂનમે તરત હા પાડી.

Advertisement

આ પણ વાંચો--- Rohit Shetty Firing Case : USA માં પ્લાનિંગ, મુંબઇમાં ગોળીબાર !

પૂનમને પૂછવામાં આવ્યું કે શું તે કોઈ નામ જાહેર કરવા માંગે છે? તેણે જવાબ આપ્યો, "ના, હું કોઈ નામ જાહેર કરવા માંગતી નથી. પરંતુ ઘણા ખેલાડીઓ અને સ્ટાર્સ છે જેમણે મને મેસેજ કર્યા છે. તેણે કહ્યું, "એક ક્રિકેટરે લખ્યું, 'તું ખૂબ જ સુંદર લાગે છે.' તે મને મેસેજ કરતો રહ્યો. મારે તેને બ્લોક કરવો પડ્યો."

પૂનમને પૂછવામાં આવ્યું કે શું ક્રિકેટરો (Cricketers) જે તેમને મેસેજ કરે છે તેઓ ગંભીર છે કે ફક્ત ટાઈમ પાસ કરી રહ્યા છે. અભિનેત્રીએ કહ્યું, "મને જે પ્રકારના મેસેજ મળે છે, તે જોતા ગંભીર નથી લાગતા. સાચું કહું તો, એવું લાગે છે કે તેઓ ફક્ત મારી સાથે ટાઈમ પાસ કરવા માંગે છે. ક્યારેક મારે તેમને ઈગ્નોર (Ignore) કરવા પડે છે કારણ કે મને આશ્ચર્ય થાય છે કે, તેઓ પોતાને શું માને છે." મને ખાતરી છે કે મારા જેવી બીજી યુવતીઓને પણ મેસેજ મળી રહ્યા હશે.

Poonam Pandey: પૂનમ પાંડો થી ટ્રોલ

પૂનમ પાંડેને તેના નિવેદન માટે ભારે ટ્રોલ (Troll) કરવામાં આવી રહી છે . યુઝર્સ (Users) નું કહેવું છે કે આ બધું સ્ક્રિપ્ટેડ (Scripted) છે. અને તે ધ્યાન ખેંચવા માટે આ કહી રહી છે. પૂનમ પાંડે પહેલા અભિનેત્રી ખુશી મુખર્જીએ પણ ક્રિકેટરો વિશે આવી જ ટિપ્પણીઓ કરી હતી. તેણીએ કહ્યું કે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) તેને મેસેજ કરતા હતા. આ નિવેદન પછી, તે ચર્ચાનો વિષય બની ગઈ.

આ પણ વાંચો--- Rashmika Mandanna અને Vijay Deverakonda આ તારીખે લગ્નના તાંતણે બંધાશે

Tags :
Advertisement

.

×