ગ્લેમર છોડી ભક્તિના માર્ગે Poonam Pandey ? વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના સત્સંગમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી એક્ટ્રેસ
- Poonam Pandey Vrindavan Visit : મહારાજ પાસે રડી પડી!
- વિવાદાસ્પદ એક્ટ્રેસ પૂનમ પાંડે ગ્લેમર છોડી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ
- પ્રેમાનંદ મહારાજનું સત્સંગ સાંભળતા એક્ટ્રેસ અત્યંત ભાવુક થઈ રડી પડી
- બાંકે બિહારીના મંદિરમાં હાથ જોડીને મન્નત માંગતી તસવીરો વાયરલ
- મેકઅપ વગર સાદા સલવાર-સૂટમાં ઈ-રિક્ષામાં વૃંદાવનની કરી સફર
Poonam Pandey Vrindavan Visit : મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે (Poonam Pandey) અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો અથવા પબ્લિસિટી સ્ટંટને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની મોતના ફેક ન્યૂઝ ફેલાવવા તો ક્યારેક ક્રિકેટરો પર નિવેદન આપવું, પૂનમ હંમેશા હેડલાઇન્સમાં રહેવાની કળા જાણે છે. જોકે, આ વખતે હોળી પહેલા પૂનમ પાંડેનો એક સાવ અલગ અને સૌમ્ય અવતાર જોવા મળ્યો છે. પૂનમ હાલમાં કૃષ્ણ નગરી વૃંદાવન (Vrindavan) ની મુલાકાતે છે, જ્યાં તે કૃષ્ણ ભક્તિમાં તરબતર જોવા મળી હતી.
Poonam Pandey Vrindavan Visit : પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ
વૃંદાવન પહોંચેલી પૂનમ પાંડેએ પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ (Premanand Maharaj) ના આશીર્વાદ લીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે પૂનમ પ્રેમાનંદ મહારાજનું સત્સંગ સાંભળી રહી છે. સત્સંગ દરમિયાન તે એટલી ભાવુક થઈ ગઈ હતી કે તે પોતાની જાતને રોકી શકી નહીં અને તેની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા હતા. પૂનમના આ આંસુ તેના આધ્યાત્મ પ્રત્યેના ઊંડા જોડાણને વ્યક્ત કરી રહ્યા હતા.
View this post on Instagram
સાદા સલવાર-સૂટમાં જોવા મળી પૂનમ પાંડે
મહારાજશ્રીના દર્શન કર્યા બાદ પૂનમ બાંકે બિહારી (Banke Bihari) ના દરબારમાં પહોંચી હતી. મંદિરની અંદર પગ મૂકતાની સાથે જ તે ફરી એકવાર ઈમોશનલ થઈ ગઈ હતી. હાથ જોડીને મન્નત માંગતી પૂનમને જોઈને એવું લાગતું હતું કે જાણે તે કોઈ જૂના દર્દમાંથી મુક્તિ શોધી રહી છે. આ મુલાકાત દરમિયાન તેણે પશ્ચિમી પોશાક ત્યજીને સાદા સલવાર-સૂટ પહેર્યા હતા. તેણે ઈ-રિક્ષામાં બેસીને વૃંદાવનની ગલીઓનો આનંદ પણ લીધો હતો.
સોશિયલ મીડિયાના યૂઝર્સ આશ્ચર્યમાં
પૂનમ પાંડેના આ બદલાયેલા રૂપને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત છે. કેટલાક ફેન્સે તેના આ પરિવર્તનને આવકાર્યું છે અને લખ્યું છે કે, "ભક્તિ કોઈને પણ બદલી શકે છે." તો કેટલાકે તેને પૂનમનો નવો ડ્રામા ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વૃંદાવનથી પરત ફર્યા બાદ પૂનમની લાઈફસ્ટાઈલ અને કરિયરમાં કેવો બદલાવ આવે છે.
આ પણ વાંચો : Actress Sargun Mehta ગુસ્સાથી લાલચોળ, કહ્યું, 'હું બે વર્ષથી પ્રેગનેન્ટ છું !'


