Gullak 5 માં લોકપ્રિય અભિનેત્રી હેલી શાહની એન્ટ્રી, ચાહકોમાં ઉત્સુકતા વધી
- Gullak 5 માં પાવરફૂલ અભિનેત્રી હેલી શાહની એન્ટ્રી
- તાજેતરમાં સોશિયલ મીડિયા પર તસ્વીરો સામે આવી છે
- સિરીઝને લઇને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે
Gullak 5 : જાણીતી અભિનેત્રી હેલી શાહની (Popular Actress - Helly Shah) લોકપ્રિય શ્રેણી 'ગુલ્લક 5' માં એન્ટ્રી થઇ છે (Gullak Series - 5), જે વાર્તામાં એક નવો ભાવનાત્મક વળાંક લાવે છે. લોકપ્રિય અભિનેત્રી હેલી શાહ ટીવીએફની ખૂબ જ પ્રિય શ્રેણી 'ગુલ્લક' ની સીઝન 5 માં ઝળકવા માટે તૈયાર છે. મધ્યમ વર્ગના ભારતીય પરિવારની સાદગી, આત્મીયતા અને રોજિંદા પડકારોને સુંદર રીતે દર્શાવતી, આ શ્રેણીએ વર્ષોથી ચાહકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. હાલમાં, મિશ્રા પરિવારની ભાવનાત્મક અને રમુજી વાર્તાઓ સાથે જોડાયેલા ચાહકો હવે નવી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Gullak 5, અગાઉ હાજરીનો અહેસાસ કરાવ્યો
પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લેનાર હેલી શાહે અગાઉ 'ગુલ્લક'ની દુનિયામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. તેના પાત્રને દર્શકોએ પણ ખૂબ પસંદ કર્યું હતું, ખાસ કરીને તેની સાદગી અને શોની કુદરતી વાર્તા સાથેની તેની કુદરતી કેમેસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી હતી.
View this post on Instagram
આ પણ વાંચો - Thalapathy Vijay ના બોડીગાર્ડની પોસ્ટ ચર્ચામાં, લખ્યું - 'મુશ્કેલ લડાઇઓ..!'
Gullak 5, દર્શકોમાં ઉસ્તુકતા વધારી
હેલી શાહની તાજેતરમાં રિલીઝ થયેલી નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ઉત્સાહ વધુ વધારી દીધો છે. કેઝ્યુઅલ એથ્લીઝર લુકમાં, હેલીના ભાવનાત્મક અભિવ્યક્તિઓ એ હકીકત તરફ સંકેત આપે છે ,કે તેની કહાની સિઝનમાં એક નવું ભાવનાત્મક પરિમાણ ઉમેરી શકે છે. તસવીરોમાં એક દ્રશ્ય એવું પણ છે, જે ખૂબ જ ભાવનાત્મક લાગે છે, અને મિશ્રા પરિવાર સાથેના તેમના સંબંધો વિશે દર્શકોની ઉત્સુકતા વધારી રહ્યું છે.
યાદગાર સફર પર લઈ જવા માટે તૈયાર
તેની વિન્ટેજ શૈલી, હળવી રમૂજ અને હૃદયસ્પર્શી જીવનની વાર્તા સાથે, 'ગુલ્લક' સીઝન 5 ફરી એકવાર દર્શકોને એક યાદગાર સફર પર લઈ જવા માટે તૈયાર છે. જ્યારે હેલી શાહની એન્ટ્રી સીઝનમાં એક નવો અને તાજગીભર્યો સ્વાદ ઉમેરશે, જે ચાહકોનો ઉત્સાહ વધુ વધારશે.
આ પણ વાંચો - Dhurandhar ના ચાહકો માટે Good News, વર્ષના અંતે મળી શકે છે મોટી સરપ્રાઇઝ


