Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Zubeen Garg ના મોતને લઇને ચોંકાવનારો ખુલાસો, પોલીસે કહી મોટી વાત

તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, ઝુબીન ગર્ગ એક યોર્ટ પાર્ટીમાં હાજરી આપી રહ્યો હતો. તેણે શરૂઆતમાં લાઇફ જેકેટ પહેર્યું હતું, પરંતુ બાદમાં તેને કાઢી નાખ્યું હતું. જ્યારે તેને બીજું, નાનું લાઇફ જેકેટ ઓફર કરવામાં આવ્યું, ત્યારે તેણે તે પહેરવાનો ઇનકાર કર્યો, અને કોઈપણ સુરક્ષા વિના તેઓએ પાણીમાં પ્રવેશ કર્યો હતો.
zubeen garg ના મોતને લઇને ચોંકાવનારો ખુલાસો  પોલીસે કહી મોટી વાત
Advertisement
  • ઝુબીન ગર્ગના મૃત્યુ અંગે સૌથી ચોંકાવનારા ખુલાસા સામો આવ્યો
  • ઝુબીનનું મોત કાવતરું નહી, દુખદ દુર્ઘટના - પોલીસ અધિકારી
  • દુર્ઘટનાના દિવસે ગાયક ચિક્કાર દારૂના નશામાં હોવાનું સામે આવ્યું

Zubeen Garg Death Case Singapore Cop Claim : ભારતમાં ગાયક ઝુબીન ગર્ગની હત્યાની તપાસ ચાલી રહી છે, આ વચ્ચે સિંગાપોર પોલીસે હત્યાની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને તેમના મૃત્યુ પાછળ કોઈ કાવતરું હોવાનો ઇનકાર કર્યો છે. બુધવારે, પોલીસે સિંગાપોરની કોર્ટમાં એક ચોંકાવનારો દાવો કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે, સિંગરનું મોત કોઈ કાવતરું નહીં, પરંતુ એક દુ:ખદ અકસ્માત હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, ઝુબીન ગર્ગ ઘટના સમયે ખૂબ જ નશામાં હતો. તે સ્વેચ્છાએ તરવા માટે દરિયામાં કૂદી પડ્યો હતો, અને સલામતી માટે લાઇફ જેકેટ પહેર્યું ન હતું.

Advertisement

પરફોર્મન્સના એક દિવસ પહેલા મોત

મુખ્ય તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે, ઝુબીન ગર્ગે ડૂબતા પહેલા લાઇફ જેકેટ પહેરવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આ દુ:ખદ અકસ્માત થયો હતો. ઝુબીન ગર્ગ 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ, સિંગાપોરમાં નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાના એક દિવસ પહેલા શંકાસ્પદ સંજોગોમાં ડૂબી ગયો હતો.

Advertisement

લાઇફ જેકેટ પહેરવાનો ઇનકાર

તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, ઝુબીન ગર્ગ એક યોર્ટ પાર્ટીમાં હાજરી આપી રહ્યો હતો. તેણે શરૂઆતમાં લાઇફ જેકેટ પહેર્યું હતું, પરંતુ બાદમાં તેને કાઢી નાખ્યું હતું. જ્યારે તેને બીજું, નાનું લાઇફ જેકેટ ઓફર કરવામાં આવ્યું, ત્યારે તેણે તે પહેરવાનો ઇનકાર કર્યો, અને કોઈપણ સુરક્ષા વિના તેઓએ પાણીમાં પ્રવેશ કર્યો હતો.

શરીર ઢીલું પડી ગયું

અહેવાલ મુજબ, તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે, ઘટના સમયે ઝુબીન ગર્ગ ખૂબ જ નશામાં હતો. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ તેને યોર્ટ પર પાછા તરવાનો પ્રયાસ કરતા જોયો હતો, પરંતુ તેનું શરીર ઢીલું પડી ગયું હતું, અને તે પાણીમાં મોઢાના આધારે તરવા લાગ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક યોર્ટ પર લાવવામાં આવ્યો હતો, અને CPR આપવામાં આવ્યું હતું, બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

હાયપરટેન્શન અને વાઇથી પીડિત

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ડૂબવાનું કહેવામાં આવ્યું હતું. તેના શરીર પર કેટલીક ઇજાઓ મળી આવી હતી, પરંતુ બચાવ, અને CPR પ્રયાસો દરમિયાન આ ઇજાઓ થઈ હતી. કોર્ટને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઝુબીન ગર્ગ હાયપરટેન્શન અને વાઈથી પીડાતો હતો. તેના લોહીમાં આ સ્થિતિઓ માટે દવાઓના નિશાન મળી આવ્યા હતા, પરંતુ તે સ્પષ્ટ નથી કે, તેણે ઘટનાના દિવસે તે લીધી હતી કે નહીં. અન્ય કોઈ દવાઓના કોઈ પુરાવા મળ્યા નથી.

બોટલ 25 ટકા જ ભરેલી હતી

ટોક્સિકોલોજી વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ઝુબીનના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ પ્રતિ 100 મિલીલીટરમાં 333 મિલિગ્રામ હતું, જે સિંગાપોરમાં કાનૂની મર્યાદા (80 મિલિગ્રામ) કરતા ચાર ગણું વધારે છે. આ માત્રામાં દારૂ, સંતુલન અને પ્રતિક્રિયાઓને નોંધપાત્ર રીતે બગાડે છે. પોલીસને ઝુબીનના હોટલ રૂમમાંથી સ્કોચ વ્હિસ્કીની 750 મિલિલીટરની બોટલ પણ મળી, જે ફક્ત 25 ટકા ભરેલી હતી.

મોંઢામાંથી ખૂબ ફીણ નીકળ્યું

પોલીસના જણાવ્યા અનુસાર, યોર્ટના કેપ્ટને જુબાની આપી હતી કે, ઝુબીન બોર્ડિંગ કરતી વખતે નશામાં હતો, અને યોગ્ય રીતે ચાલી શકતો ન હતો. તેના બે મિત્રોએ તેને ટેકો આપવો પડ્યો હતો. કેપ્ટને એમ પણ કહ્યું હતું કે, જ્યારે ઝુબીનને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેના મોંમાંથી ખૂબ ફીણ નીકળી રહ્યું હતું, અને તેમાંથી દુર્ગંધ આવતી હતી.

દારૂ પીતા જોયો

મુખ્ય તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે, ઝુબીન ગર્ગ અને તેના મિત્રો અને સાથીદારો સહિત 20 અન્ય લોકો ઘટના સમયે યાટ પર હતા. પાર્ટીમાં પીણાં, દારૂ અને નાસ્તાનો સમાવેશ થતો હતો. ઘણા લોકોએ ઝુબીનને દારૂ પીતા જોયાની પણ જાણ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ 35 સાક્ષીઓના નિવેદનો નોંધાયા છે, જેમાં બોટના કેપ્ટન અને ઘણા પ્રત્યક્ષદર્શીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો ---------  Cold and cough: શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યાથી પરેશાન, દિલજીત દોસાંઝનો ઘરેલું નુસ્ખો આપશે રાહત

Tags :
Advertisement

.

×