સંદીપ રેડ્ડી વાંગા અને પ્રભાસનો ધમાકો, 'સ્પિરિટ'ના ફર્સ્ટ લુકમાં જોવા મળ્યો રૌદ્ર અવતાર
- Spirit First Look Poster આઉટ: સોશિયલ મીડિયા પર વાંગાનો ધમાકો
- નવા વર્ષની મધ્યરાત્રિએ રિલીઝ થયું પ્રભાસનું અત્યંત ખૂંખાર અને રૉ પોસ્ટર
- ઘાયલ અવતારમાં દેખાયો સુપરસ્ટાર, તૃપ્તિ ડિમરી સાથેની કેમેસ્ટ્રીએ મચાવી ધૂમ
- ‘એનિમલ’ ફેમ ડિરેક્ટર સંદીપ વાંગા ફરી એકવાર લાવશે ડાર્ક સિનેમાનો જાદુ
- પોસ્ટરમાં હિંસા અને લાગણીઓનો અનોખો સંગમ, ફેન્સમાં જબરો ઉત્સાહ
Spirit First Look Poster : નવા વર્ષ 2026ની શરૂઆત થતાની સાથે જ સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની પરંપરા જાળવી રાખીને મધ્યરાત્રિએ જ પ્રભાસ સ્ટારર ફિલ્મ 'સ્પિરિટ'નું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં પ્રભાસ અને તૃપ્તિ ડિમરી એવા લુકમાં જોવા મળી રહ્યા છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. પોસ્ટર જોતા જ સ્પષ્ટ થાય છે કે વાંગા ફરી એકવાર દર્શકોને હિંસા અને લાગણીઓથી ભરેલી ડાર્ક સિનેમેટિક દુનિયામાં લઈ જશે.
પ્રભાસનો ઇન્ટેન્સ અને રૉ લુક
પોસ્ટરમાં પ્રભાસ એક ઘાયલ યોદ્ધા જેવો દેખાઈ રહ્યો છે. તેની પીઠ પર પટ્ટીઓ બાંધેલી છે, વેરવિખેર વાળ, લાંબી દાઢી-મૂંછ અને હાથમાં દારૂનો ગ્લાસ તેના પાત્રની ગંભીરતા દર્શાવે છે. પ્રભાસની બોડી લેંગ્વેજમાં એક અનોખો પાવર અને આક્રમકતા જોવા મળી રહી છે, જે તેના અત્યાર સુધીના તમામ પાત્રો કરતા અલગ છે.
View this post on Instagram
Spirit First Look Poster : તૃપ્તિ ડિમરીનો રહસ્યમય અંદાજ
બીજી તરફ તૃપ્તિ ડિમરી ગ્રે કલરની સાડીમાં અત્યંત શાંત છતાં રહસ્યમય લાગી રહી છે. તે પોસ્ટરમાં પ્રભાસની સિગારેટ સળગાવતી જોવા મળે છે. આ એક જ ફ્રેમ હિંસા, દર્દ અને પાત્રો વચ્ચેના જટિલ સંબંધોની ઝલક આપે છે. વાંગાએ પોસ્ટર શેર કરતા લખ્યું છે, "ભારતીય સિનેમા તેના 'અજાનબાહુ'ને જુએ."
Spirit First Look Poster : ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટીમ
'સ્પિરિટ'માં પ્રભાસ અને તૃપ્તિ ઉપરાંત વિવેક ઓબેરોય, પ્રકાશ રાજ અને દિગ્ગજ અભિનેત્રી કંચના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સંદીપ રેડ્ડી વાંગાએ જ આ ફિલ્મ લખી, એડિટ અને ડિરેક્ટ કરી છે. ભૂષણ કુમાર અને પ્રણય રેડ્ડી વાંગા દ્વારા નિર્મિત આ ફિલ્મ ટી-સીરીઝ અને ભદ્રકાલી પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે.
એનિમલ પછી ફરી વાંગાનો જાદુ
'એનિમલ'ની બ્લોકબસ્ટર સફળતા બાદ સંદીપ રેડ્ડી વાંગા પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. 'સ્પિરિટ'નું આ પોસ્ટર સાબિત કરે છે કે ફિલ્મમાં ઇન્ટેન્સ ડ્રામા અને રૉ સિનેમાનો જબરદસ્ત ડોઝ જોવા મળશે. સોશિયલ મીડિયા પર અત્યારથી જ આ ફિલ્મને લઈને જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Border 2 Movie News: 'સંદેશે આતે હૈ' ગીતના રીમેક પર અનુ મલિક કેમ ભડક્યા? જાણો પૂરો વિવાદ


