Prakash Raj: અભિનેતા પ્રકાશ રાજ મુશ્કેલીમાં, 4 રાજ્યોમાં વૉટર આઈડી રાખવાના આરોપમાં બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ
ચૂંટણી નિયમોના ઉલ્લંઘન કેસમાં કોર્ટે અભિનેતા પ્રકાશ રાજને મોટો ઝટકો આપ્યો છે. 4 રાજ્યોમાં અલગ-અલગ વૉટર આઈડી કાર્ડ હોવાના ગંભીર આરોપો સાથે હવે પોલીસ કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યા છે. કોર્ટના આ આદેશ બાદ અભિનેતાની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જે હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
Advertisement
Prakash Raj: બોલિવૂડ અને સાઉથના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ કાનૂની વિવાદમાં ફસાયો છે. બેંગલુરુની કોર્ટે અભિનેતા સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યો છે. અભિનેતા પાસે કથિત રીતે ચાર અલગ અલગ રાજ્યના વોટર આઈડી કાર્ડ હોવાનું સામે આવતા વિવાદ ઉભો થયો છે. આ ઘટનાએ રાજકીય અને સિનેમા જગતમાં ભારે ચર્ચા જગાવી છે, કારણ કે અભિનેતા હંમેશા બંધારણીય અધિકારો અને નિયમો વિશે જાહેરમાં વાત કરતો રહ્યો છે.

