Priya Marathe death : પ્રખ્યાત ટીવી અભિનેત્રી પ્રિયા મરાઠેનું નિધન, 38 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
- પ્રખ્યાત ટીવી અભિનેત્રી પ્રિયા મરાઠેનું નિધન (Priya Marathe death)
- કેન્સર સામે લાંબી લડત બાદ લીધા અંતિમ શ્વાસ
- પવિત્ર રિશ્તા નામની સિરીયલથી મળી હતી ઓળખ
- મુંબઈ સ્થિત પોતાના ઘરે જ લીધા અંતિમ શ્વાસ
Priya Marathe death : મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી ટીવી અને મરાઠી અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે. કેન્સર સામે લાંબી લડત બાદ શનિવારે રાત્રે તેમણે મુંબઈ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા.
'પવિત્ર રિશ્તા'થી મળી હતી ઓળખ (Priya Marathe death )
પ્રિયા મરાઠેએ ઘણી લોકપ્રિય ટીવી સિરિયલો અને વેબ સિરીઝમાં કામ કર્યું હતું. તેઓ મરાઠી ફિલ્મ અને ટીવી ઉદ્યોગનું એક જાણીતું નામ હતા. તેમને ઝી ટીવીના પ્રખ્યાત શો 'પવિત્ર રિશ્તા' માંથી ખૂબ લોકપ્રિયતા મળી હતી, જેમાં તેમણે વર્ષા દેશપાંડેનું નકારાત્મક પાત્ર ભજવ્યું હતું. તેમના અભિનય માટે તેમને ઘણી પ્રશંસા મળી હતી અને આ શો તેમના કરિયરનો એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
આ ઉપરાંત, તેમણે 'કસમ સે', 'ઉતરન', 'બડે અચ્છે લગતે હૈ', 'સાથ નિભાના સાથિયા' અને 'સાવધાન ઇન્ડિયા' જેવા અનેક જાણીતા શોમાં પણ કામ કર્યું હતું. 2023માં તેઓ છેલ્લે 'તુઝેચ મી ગીત ગાત આહે' શોમાં જોવા મળ્યા હતા.
વ્યક્તિગત જીવન અને કરિયર
પ્રિયાએ અભિનેતા શાંતનુ મોઘે સાથે લગ્ન કર્યા હતા, જેઓ મરાઠી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય હતા અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 6 લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેમના નિધનના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો : વૃદાંવન પહોંચેલા બાદશાહે પ્રેમાનંદ મહારાજને શું પ્રશ્ન કર્યો? જૂઓ VIDEOમાં