1300 કરોડના બજેટમાં બની રહી છે 'વારાણસી', રાજામૌલીએ પ્રિયંકાને કેટલી ફી આપી?
બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા એસએસ રાજામૌલીની ₹1300 કરોડની મહાફિલ્મ 'વારાણસી' દ્વારા ભારતીય સિનેમામાં કમબેક કરી રહી છે. નેટફ્લિક્સ પર 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં પ્રિયંકાએ આ ભવ્ય પ્રોજેક્ટ અને તેના બજેટ વિશે ચર્ચા કરી હતી. શોમાં કપિલ શર્માએ મજાકિયા અંદાજમાં પ્રિયંકાની ફી અંગે સવાલ પૂછતા પૂછ્યું કે શું અડધું બજેટ તેના ખાતામાં ગયું છે? મહેશ બાબુ સ્ટારર આ ફિલ્મમાં પ્રિયંકા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Advertisement
- રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'થી પ્રિયંકા ચોપરાનું બોલિવૂડમાં કમબેક (Priyanka Chopra Varanasi Movie)
- ફિલ્મના ₹1300 કરોડના તોતિંગ બજેટની કપિલ શર્મા શોમાં થઈ ચર્ચા
- કપિલનો સવાલ- "શું બજેટનો અડધો ભાગ પ્રિયંકાના બેંક ખાતામાં ગયો?"
- ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરાની જોડી જામશે
- વર્ષો પછી ભારતીય સિનેમાના મોટા પડદે જોવા મળશે 'દેશી ગર્લ'
Priyanka Chopra Varanasi Movie : બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા ફરી એકવાર ભારતીય સિનેમાના પડદા પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે. લગ્ન પછી અમેરિકા સ્થાયી થયેલી પ્રિયંકા લાંબા સમયથી હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતી, પરંતુ હવે તે દિગ્ગજ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ 'વારાણસી' (Varanasi) માં જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ લીડ રોલમાં છે અને પ્રિયંકા તેમની સાથે મહત્વની ભૂમિકા ભજવશે.

