Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રજનીકાંતની સૌથી સુપર હિટ ફિલ્મ બનાવનાર પ્રોડ્યુસરે આપઘાત કર્યો

KP Choudhary Commits Suicide : દક્ષિણના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કેપી ચૌધરીએ આત્મહત્યા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
રજનીકાંતની સૌથી સુપર હિટ ફિલ્મ બનાવનાર પ્રોડ્યુસરે આપઘાત કર્યો
Advertisement
  • કબાલી ફિલ્મના નિર્માતા રહી ચુક્યા છે ચૌધરી
  • ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ આર્થિક સંકટ સર્જાયું હતું
  • સતત લેણદારોની ઉઘરાણીથી પરેશાન હતા નિર્માતા

KP Choudhary Commits Suicide : દક્ષિણના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કેપી ચૌધરીએ આત્મહત્યા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

KP Choudhary Commits Suicide: ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે, દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા કેપી ચૌધરી ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ આર્થિક સંકટ અને કામના અભાવે ડિપ્રેશનથી પીડાતા હતા.

Advertisement

આ પણ વાંચો : Patan: ચાણસ્મા શહેરમાં સ્પોર્ટ્સ કલબની આડમાં ચલતું હતું જુગારધામ, SMCએ પાડી રેડ

Advertisement

ડ્રગ્સ કેસમાં ફસાયા હતા ચૌધરી

અગાઉ 2023 માં, હૈદરાબાદ પોલીસે ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરી હતી. કેપી ચૌધરીએ રજનીકાંતની કબાલી ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. તેઓ આ ઉપરાંત ઘણી ફિલ્મો બનાવી ચુક્યા હતા. જો કે ડ્રગ્સ કેસમાં હજી પણ તપાસ ચાલી રહી છે.

ફિલ્મ નિર્માતા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા

કેપી ચૌધરી એટલે કે શંકરા કૃષ્ણ પ્રસાદ ચૌધરી ટોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રહ્યા છે. તેમણે 2016 માં રજનીકાંતની સુપરહિટ ફિલ્મ કબાલીનું નિર્માણ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 માં કેપી ચૌધરીની સાયબરાબાદ સ્પેશિયલ ઓપરેશન ટીમ દ્વારા ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Cricket: સંજુ સેમસનની આંગળીમાં ફ્રેક્ચર થયું, જાણો તે IPL પહેલા સ્વસ્થ થઈ શકશે કે નહીં

અનેક ફિલ્મી હસ્તીઓને પહોંચાડતા ડ્રગ્સ

તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેના ગ્રાહકો ફક્ત ટોલીવુડમાં જ નહીં, પણ કોલીવુડમાં પણ હતા. શરૂઆતના અહેવાલો હવે બહાર આવ્યા છે કે આ કેસ પછી, તે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને તેના ધિરાણકર્તાઓના દબાણ હેઠળ હતો. ફિલ્મ ઉદ્યોગમાં નિષ્ફળતા પછી, તે કથિત રીતે ડ્રગ્સ મંગાવવા અને તેને પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયા હતા. ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ, તેણે ગોવામાં OHM પબ પણ ખોલ્યો હતો જ્યાંથી તે પ્રખ્યાત હસ્તીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

કેપી ચૌધરીએ રજનીકાંતની ફિલ્મમાં પૈસા રોક્યા હતા

વર્ષ 2016 માં, રજનીકાંતની સુપરહિટ ફિલ્મ કબાલી રિલીઝ થઈ હતી. જેનું નિર્માણ કેપી ચૌધરીએ કર્યું હતું. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ફિલ્મે તે સમયે વિશ્વભરમાં 650 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. અને તે વર્ષે તમિલ સિનેમાની સૌથી મોટી ફિલ્મોની યાદીમાં તે ટોચ પર છે. જો કે ત્યાર બાદ તે આર્થિક સંકડામણમાં ફસાઇ ગયા હતા.

આ પણ વાંચો : વિદેશ મંત્રીની અમેરિકા યાત્રા પર રાહુલે આક્ષેપ લગાવ્યા, એસ. જયશંકરે જવાબ આપ્યો

Tags :
Advertisement

.

×