Punjabi Singer ઇન્દર કૌરની હત્યા, નહેરમાંથી મૃતદેહ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી
- Punjabi Singer ની હત્યાને લઈ ચાહકોમાં રોષની લાગણી
- પોલીસે મૃતદેહને કસ્ટડીમાં લઈ લીધો છે અને મરાલા સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલ્યો
- ગાયિકા કરિયાણું ખરીદવા ગઈ હતી
- કેનેડાથી આરોપી હત્યા કરવા આવ્યો?
- પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી શરૂ
Punjabi Singer : મૃતકના ભાઈ જોતિન્દર સિંહ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ (fir) મુજબ 13 મેના રોજ રાત્રે લગભગ 8.30 વાદે ઈન્દર કૌર ઘરનો સામાન ખરીદવા માટે તેની ફોર્ડ ફિગો કારમાં (car) બજારમાં ગઈ હતી. જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પાછી ન આવી, ત્યારે પરિવારને (family) ડર હતો કે કંઈક અજુગતું છે. તપાસમાં જાણવા મળ્યું કે મોગાના ભાલુર ગામના રહેવાસી સુખવિન્દર સિંહ ઉર્ફે સુખા ઈન્દર કૌર પર લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો. ઈન્દર કૌર દ્વારા તેના પ્રસ્તાવને નકારવામાં આવતા ગુસ્સે ભરાયેલા સુખવિન્દરએ આ ખૂની કાવતરું ઘડ્યું હોવાની વાત સામે આવી છે.
મુખ્ય આરોપી હત્યાનું કાવતરું ઘડવા માટે કેનેડાથી આવ્યો
પરિવારજનોનો આરોપ છે કે, સુખવિંદર સિંહ ખાસ કરીને ઈન્દર કૌર પર બદલો લેવા માટે કેનેડાથી પંજાબ આવ્યો હતો. તેણે તેના સાથીઓ સાથે મળીને રસ્તામાં ગાયિકાની કાર પર હુમલો કર્યો અને બંદૂકની અણીએ તેનું અપહરણ કર્યું. ત્યારબાદ આરોપીઓએ તેની ક્રૂરતાથી હત્યા કરી અને તેના મૃતદેહને નીલો કેનાલમાં ફેંકી દીધો. ગુનો કર્યા પછી તરત જ, મુખ્ય આરોપી સુખવિંદર સિંહ કાનૂની કાર્યવાહીથી બચીને કેનેડા પાછો ભાગી ગયો. આ સમગ્ર ઘટના સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. પીડિતાના પરિવારનો દાવો છે કે તેમણે 15 મેના રોજ મુખ્ય આરોપી સુખવિંદર સિંહ અને તેના સાથી કરમજીત સિંહ સામે કેસ દાખલ કર્યો હતો. તેમ છતાં, પોલીસની બેદરકારીને કારણે, મુખ્ય આરોપી દેશ છોડીને ભાગી જવામાં સફળ રહ્યો.
પોલીસ શું કહે છે?
નહેરમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળતાં, પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. પરિવારના સભ્યોએ મૃતકની ઓળખ તેના કપડાં અને દેખાવના આધારે ઈન્દર કૌર તરીકે કરી હતી. આઈપીસીની સંબંધિત કલમો હેઠળ તપાસ ચાલી રહી છે. ફરાર સહ-આરોપીની શોધ ચાલુ છે, અને મુખ્ય આરોપીને વિદેશથી પરત લાવવા માટે કાનૂની અને રાજદ્વારી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે તેવું બલબીર સિંહ સ્ટેશન હાઉસ ઓફિસર, જમાલપુરનું કહેવું છે.
આ પણ વાંચો : Aakhri Sawal : સંજય દત્તની ફિલ્મને 4 દિવસમાં મોટો ઝટકો! હવે લાવ્યા ‘1 પર 1 ફ્રી’ ઓફર


