Karan Aujla ના નામે કરાલેયી પોસ્ટથી ખળભળાટ, ચાહકોને લાગ્યો આંચકો !
- Karan Aujla ના નામે સોશિયલ મીડિયા પોસ્ટ ફરતી થઇ
- પોસ્ટમાં જાતીયતાની પસંદગી જાહેર કરી હોવાનો દાવો
- કરણના ચાહકો તેના બચાવામાં દોડી આવ્યા છે
- સિંગરની ટીમે કથિત દાવાઓનું ખંડન કર્યું છે
Karan Aujla : કરણ ઔજલા હાલમાં સમાચારમાં છે. ગાયક દ્વારા ઓનલાઈન એક પોસ્ટ વાયરલ (Social Media - Post Viral) થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે બાયસેક્સ્યુઅલ (Bisexual) છે. ચાહકો ચોંકી ગયા છે. ચાલો આ વાયરલ પોસ્ટ પાછળનું સત્ય જાણવાનો પ્રયત્ન કરીએ. પંજાબી સંગીત ઉદ્યોગના 'ગોડ્સ પ્લાન' (Gods Plan) કરણ ઔજલા ઘણીવાર તેમના સુપરહિટ ગીતો અને શૈલી માટે હેડલાઇન્સમાં રહે છે. જો કે, તાજેતરમાં, કરણ તેની જાતીયતાને કારણે ચર્ચામાં આવ્યો છે.
Karan Aujla, મને અહીં આવતા ઘણો સમય લાગ્યો
કરણ ઔજલાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ, X, નો સ્ક્રીનશોટ ઝડપથી ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. હકીકતે આ પોસ્ટમાં લખવામાં આવેલો સંદેશ વાસ્તવિક મુદ્દો બની ગયો છે. કરણ ઔજલાએ તેની વાયરલ પોસ્ટમાં લખ્યું, "મને અહીં આવતા ઘણો સમય લાગ્યો, પરંતુ હવે હું ખુલ્લેઆમ કહી શકું છું કે, હું બાયસેક્સ્યુઅલ છું. મને આ કહેતા સારું લાગે છે."
આ પણ વાંચો - Raghav-Parineeti ના લગ્નને લઇને AAP ના પૂર્વ નેતાનો સૌથી મોટો ખુલાસો
Karan Aujla, પોસ્ટમાં ઘણી જોડણીની ભૂલો
આ પોસ્ટથી વિવાદ થયો છે. ઘણા ચાહકો કરણ ઔજલાના બચાવમાં આવ્યા છે, અને પોસ્ટને નકલી ગણાવી છે. તેમણે કહ્યું કે, વાયરલ છબીમાં બતાવેલ એકાઉન્ટ ખરેખર કરણ ઔજલાનું નથી. ઘણા યુઝર્સે વાયરલ સ્ક્રીનશોટમાં ભૂલો પણ દર્શાવી છે. ચાહકોએ ધ્યાન દોર્યું કે, પોસ્ટમાં ઘણી જોડણીની ભૂલો છે. આ જોઈને, ચાહકો વાયરલ પોસ્ટને નકલી કહેવા લાગ્યા છે. જો કે, સ્ક્રીનશોટ ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયો છે.
ટીમે પોસ્ટના દાવાઓ નકાર્યા
હવે, કરણ ઔજલાની ટીમે આ મામલે પ્રતિક્રિયા આપી છે. મીડિયા અહેવાલ મુજબ, ટીમનું કહેવું છે કે, વાયરલ થયેલો સ્ક્રીનશોટ નકલી છે, અને ગાયકનો તેની સાથે કોઈ સંબંધ નથી. કરણ ઔજલાની ટીમ અને તેના ચાહકોએ પોસ્ટને સંપૂર્ણપણે નકારી કાઢી છે. કરણ બાયસેક્સ્યુઅલ હોવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.
આ પણ વાંચો - Vada Pav Girl : આખરે Chandrika Dixit પતિ જોડે પરત ફરી, સેંથામાં સિંદૂર ભર્યું !


