Pushpa 2 એ 1 સપ્તાહમાં રૂ. 1000 કરોડની કમાણી કરનારી ફિલ્મ બનશે!
- Pushpa 2 એ હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરી
- ફિલ્મે છ દિવસમાં રૂ. 368.1 કરોડનું નેટ કલેક્શન ક્યું
- આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
Pushpa 2 Boxoffice Collection : સાઉથના સુપરસ્ટાર Allu Arjun એ તે સિદ્ધિ હાંસલ કરી છે, તેને મેળવવા માટે અન્ય કલાકારોએ વર્ષો સુધી તનતોડ મહેનત કરવી પડશે. તે ઉપરાંત Allu Arjun ની ફિલ્મ Pushpa 2 એ બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બ્રેક કરી રહી છે. તો Pushpa 2 એ દરેક ફિલ્મના રેકોર્ડ બ્રેક કરી રહી છે. સાથે નવા બોક્સ ઓફિસ રેકોર્ડ પણ બનાવી રહી છે. Pushpa 2 નો જાદુ દરેક થિયેટરમાં એવી રીતે કામ કરી રહ્યો છે કે તેના સિવાય કોઈ બીજી ફિલ્મ જોવા માંગતું નથી.
Pushpa 2 એ હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરી
Allu Arjun ની ફિલ્મ રિલીઝ થયાને છ દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે દરેક હિન્દી ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતમાં છ દિવસમાં ફિલ્મનું નેટ કલેક્શન રૂ. 645 કરોડ થયું છે. આ ફિલ્મ વિશ્વભરમાં પણ લોકપ્રિય છે. Pushpa 2 પહેલી ભારતીય ફિલ્મ બનવા જઈ રહી છે, જે સૌથી ઝડપી 1000 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે. આ ફિલ્મે અત્યાર સુધીમાં છ દિવસમાં 947.4 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો: અભિનેત્રીના પુત્રની હત્યા! નશેડી ગેંગની ચુંગાલમાં ફસાયો, રૂંવાડા ઉભા થઇ જાય તેવી સ્ટોરી
ફિલ્મે છ દિવસમાં રૂ. 368.1 કરોડનું નેટ કલેક્શન ક્યું
એવું માનવામાં આવે છે કે ફિલ્મ તેના પ્રથમ સપ્તાહના અંત પહેલા 1000 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કરી શકે છે, જે કોઈપણ મોટી ભારતીય ફિલ્મ માટે સૌથી વધુ છે. Pushpa 2 એ હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મે છ દિવસમાં 368.1 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના 351 કરોડ રૂપિયાના છ દિવસના કલેક્શન કરતાં વધુ છે. આ ફિલ્મની સૌથી મોટી હિન્દી ઓપનિંગ પણ હતી, જ્યાં તેણે 70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચો: Raj Kapoor: કપૂર પરિવાર PM મોદીને મળ્યા, રણબીરે હાથ મિલાવ્યો, જુઓ તસવીરો