Pushpa-2 ના સ્ક્રીનિંગમાં ભાગદોડ મામલે અભિનેતા અલ્લુ અર્જુન સહિત 23 સામે ચાર્જશીટ
- પુષ્પા - 2 ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ભાગદોડ મચી હતી
- થિયેટર બહાર ફેન્સ મોટી સંખ્ચામાં આવી પહોંચતા અવ્યવસ્થા સર્જાઇ હતી
- ઘટનાને એક વર્ષ વિતી ગયા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે
Pushpa - 2 Film Stampede Case Update : અત્યંત લોકપ્રિય બનેલી પુષ્પા 2 ના ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભાગદોડના કેસમાં હૈદરાબાદ પોલીસે તાજેતરમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં પોલીસે અભિનેતા અલ્લુ અર્જુન સહિત 24 લોકોના નામ આરોપી તરીકે મુક્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચિક્કડપલ્લી પોલીસ ચાર્જશીટમાં અભિનેતા અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટર (A-1) ના માલિક, થિયેટર મેનેજમેન્ટ, અલ્લુ અર્જુનના મેનેજર, અંગત સ્ટાફ અને આઠ બાઉન્સરો સહિત અનેક લોકોનો સમાવેશ થાય છે.
એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો
સમગ્ર ઘટના અંગે પોલીસે તારણ કાઢ્યું છે કે, અલ્લુ અર્જુનની મુલાકાત માટે ચાહકોની મોટી ભીડ એકઠી થશે તે જાણતા હોવા છતાં, થિયેટર મેનેજમેન્ટની બેદરકારીને કારણે ભાગદોડ મચી હતી. થિયેટર માલિક પર ભારતીય દંડ સંહિતાની કલમ 304-A (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તપાસ અધિકારીઓએ અલ્લુ અર્જુનનનું નામ પણ આરોપી તરીકે આપ્યું છે, અને ભીડને જોખમ હોવા છતાં થિયેટરમાં જવા બદલ ધરપકડ કરવામાં આવી છે, તેમ જણાવ્યું છે. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે મૃતક મહિલાનો સગીર પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળતા
તમને જણાવી દઇએ કે, 4 ડિસેમ્બર, 2024 ના રોજ, હૈદરાબાદના RTC X રોડ પર આવેલા શામ થિયેટરમાં પ્રીમિયર સ્ક્રીનિંગ દરમિયાન અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. દરમિયાન ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષીય મહિલા રેવતીનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું, પોલીસ તપાસમાં તારણ નીકળ્યું કે, આ દુર્ઘટના ઘોર બેદરકારી અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળતાનું પરિણામ હતી.
ભીડ હોવા છતાં મુલાકાત લીધી
સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ અને માલિકોને અભિનેતાની મુલાકાતની જાણ હોવા છતાં ભીડ નિયંત્રણના પગલાં લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ચાર્જશીટમાં નામ આપવામાં આવ્યું છે. અભિનેતા અલ્લુ અર્જુનને પણ જોખમી ભીડની સ્થિતિ હોવા છતાં મુલાકાત લેવા, સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનના અભાવ માટે નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો ------ વિદેશી સિંગરને જોધપુરમાં વિતાવેલું બાળપણ યાદ આવ્યું, ભારતના ભરપેટ વખાણ કર્યા


