ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pushpa 2 Teaser : Allu Arjun ના જન્મદિવસ પર પુષ્પા 2 નું ટીઝર થયું રીલીઝ

Pushpa 2 Teaser  : સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) આજે પોતાનો જન્મદિવસ (HappyBirthday)ઉજવી રહ્યો છે. આ અવસર પર અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ'ના (Pushpa 2)નિર્માતાઓએ ચાહકોને મોટી ભેટ આપતા ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર એકદમ...
03:07 PM Apr 08, 2024 IST | Hiren Dave
Pushpa 2 Teaser  : સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) આજે પોતાનો જન્મદિવસ (HappyBirthday)ઉજવી રહ્યો છે. આ અવસર પર અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ'ના (Pushpa 2)નિર્માતાઓએ ચાહકોને મોટી ભેટ આપતા ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર એકદમ...
Pushpa 2 Teaser Release

Pushpa 2 Teaser  : સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) આજે પોતાનો જન્મદિવસ (HappyBirthday)ઉજવી રહ્યો છે. આ અવસર પર અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2 ધ રૂલ'ના (Pushpa 2)નિર્માતાઓએ ચાહકોને મોટી ભેટ આપતા ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર એકદમ ધમાકેદાર છે અને તેમાં અલ્લુ ફરી એકવાર પુષ્પા રાજની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ વખતે 'પુષ્પા 2  ધ રૂલ'ના ટીઝરમાં (Pushpa 2 Teaser) પુષ્પા રાજની જ્વલંત સ્ટાઈલ ધૂમ મચાવી રહી છે.

 

ટીઝરમાં અલ્લુ અર્જુનનો અવતાર જોઈને તમારા હોશ ઉડી જશે

'પુષ્પા 2 ધ રૂલ'ના ટીઝરમાં અલ્લુ અર્જુનનો લુક મનને ઉડાવી દે એવો છે. તેમનો આ અવતાર આજ સુધી જોવા મળ્યો નથી. ટીઝરમાં અલ્લુ સાડી પહેરેલો અને ફુલ મેકઅપ સાથે જોવા મળે છે. એક્ટરનો લુક માથાથી પગ સુધી એકદમ પોફુલ છે. 8 સેકન્ડના ટીઝરમાં અભિનેતા પણ એક્શન કરતો જોવા મળી રહ્યો છે. એકંદરે, 'પુષ્પા 2  ધ રૂલ'ના ટીઝરે ફિલ્મની ઉત્તેજના સાતમા આસમાને પહોંચાડી દીધી છે.

X પર ટીઝર શેર કરતા, અલ્લુ અર્જુને લખ્યું, “જન્મદિવસની શુભેચ્છાઓ માટે હું આપ સૌનો આભાર માનું છું! મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે. કૃપા કરીને આ ટીઝરને આભાર કહેવાની મારી રીત તરીકે લો!”

આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'પુષ્પા 2  ધ રૂલ'ની બીજી ઝલક આજે આઇકોન સ્ટાર અલ્લુ અર્જુનના જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. ટીઝર રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. ટીઝરમાં અભિનેતાનો લુક ઘણો જ આકર્ષક છે અને ટીઝર જોયા પછી ચાહકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ શકતા નથી.

'પુષ્પા 2'ની સ્ટાર કાસ્ટ

સુકુમાર દ્વારા દિગ્દર્શિત, 'પુષ્પા 2  ધ રૂલ'માં રશ્મિકા મંદન્ના, ફહાદ ફાસીલ, જગદીશ પ્રતાપ બંદરી અને સુનીલ મહત્વની ભૂમિકાઓ ભજવે છે. આ તમામ સ્ટાર્સ ફિલ્મના પહેલા ભાગમાં પણ દમદાર રોલમાં જોવા મળ્યા હતા. પુષ્પા 2 ને વધુ રોમાંચક બનાવે છે તે બાબત એ છે કે અર્જુને પ્રથમ ફિલ્મ માટે શ્રેષ્ઠ એક્ટ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.

'પુષ્પા 2' ક્યારે રિલીઝ થશે?

'પુષ્પા 2 ધ રૂલ'ની રિલીઝની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો ફિલ્મની દરેક અપડેટ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 2024ના રોજ મોટા પડદા પર આવશે.

 

આ  પણ  વાંચો - ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો֦’ના ફિલ્મી પડદે 50 દિવસ, ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ

આ  પણ  વાંચો - KILL TEASER : ભારતની સૌથી લોહિયાળ એક્શન ફિલ્મનું TEASER થયું RELEASE

આ  પણ  વાંચો - Elvish Yadav : યુટ્યૂબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી! સાપના ઝેર કેસમાં 1200 પાનાંની ચાર્જશીટ દાખલ

Tags :
Allu ArjunAllu Arjun BirthdayHappyBirthdayAlluArjunPushpa 2Pushpa 2 Release DatePushpa 2 Teaser OutPushpa 2 Teaser Releaserashmika mandanna
Next Article