Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Raaka Film માં દીપિકા પાદુકોણના પાત્ર પર કાતર ફરવા મામલે મોટો ખુલાસો

Raaka Film માં દીપિકાના અભિનય પર કાતર ફરવાની અફવાહો ઉડી, મીડિયાને જારી કરાયેલા એક નિવેદનમાં, પુષ્ટિ આપી હતી કે, "બધું જ યોજના મુજબ ચાલી રહ્યું છે. દીપિકા પાદુકોણ "રાકા" માં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને સેટ પર શૂટિંગ ખૂબ જ ઉત્સાહ સાથે સરળતાથી ચાલી રહ્યું છે." દીપિકાએ 19 એપ્રિલના રોજ પતિ રણવીર સિંહ સાથે તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી
raaka film માં દીપિકા પાદુકોણના પાત્ર પર કાતર ફરવા મામલે મોટો ખુલાસો
Advertisement
  • Raaka Film માં દીપિકાના અભિનય પર કાતર ફરવા અંગે અફવાહો ઉડી
  • અફવાહો વેગ પકડતા ડિરેક્ટર દ્વારા જાતે આ મામલે મોટો ખુલાસો કરાયો
  • ફિલ્મનું કામકાજ રાબેતા મુજબ ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે

Raaka Film : અલ્લુ અર્જુનની ફિલ્મ "રાકા" તેની જાહેરાતથી જ સમાચારોમાં છે (Allu Arjun - Raaka Film). થોડા દિવસો પહેલા, નિર્માતાઓએ ફિલ્મમાંથી અભિનેતાની પહેલી ઝલક રજૂ કરી હતી, જેનાથી ચાહકોના ઉત્સાહમાં વધારો થયો હતો. તાજેતરમાં, અહેવાલો સામે આવ્યા હતા કે, ફિલ્મમાં મુખ્ય પાત્ર દીપિકા પાદુકોણની ભૂમિકા ઓછી કરવામાં આવી છે (Actress Deepika Padukone Role). તેનું કારણ તેની ગર્ભાવસ્થા હોવાનું જણાવાયું હતું. જોકે, "રાકા" ના નિર્માતાઓએ પોતે આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. અને ચાહકો માટે જાતે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે.

Raaka Film, વિરામ લેશે નહીં

મીડિયાને જારી કરાયેલા એક નિવેદનમાં, તેઓએ પુષ્ટિ આપી હતી કે, "બધું જ યોજના મુજબ ચાલી રહ્યું છે. દીપિકા પાદુકોણ "રાકા" માં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને સેટ પર શૂટિંગ ખૂબ જ ઉત્સાહ સાથે સરળતાથી ચાલી રહ્યું છે." દીપિકાએ 19 એપ્રિલના રોજ પતિ રણવીર સિંહ સાથે તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. અહેવાલોમાં જણાવાયું હતું કે, હાલ અભિનેત્રી કામમાંથી વિરામ લેશે નહીં, અને તેની ગર્ભાવસ્થા દરમિયાન કામ કરવાનું ચાલુ રાખશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Sun Pictures (@sunpictures)

Advertisement

આ પણ વાંચો ---------------- Divyanka Sirohi : સોશિયલ મીડિયામાં કરતી હતી રાજ, રહસ્યમય સંજોગોમાં મોત !

Raaka Film, કિંગ ક્રિસમસ પર જોવા મળશે

અન્ય મીડિયા અનુસાર, દીપિકા "રાકા" માં કેટલાક એક્શનથી ભરપૂર દ્રશ્યોનું શૂટિંગ કરશે, અને તે માટે તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, એટલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ, સમયપત્રક મુજબ આગળ વધી રહી છે. "રાકા" ઉપરાંત, દીપિકા શાહરૂખ ખાનની ફિલ્મ "કિંગ" માં પણ જોવા મળશે. આ એક્શન થ્રિલર ફિલ્મ આ ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ધૂરંધરની સફળતાના ફળ ચાખ્યા

અત્રે નોંધનીય છે કે, દીપિકા અને રણવિરની જોડીએ તાજેતરમાં દુઆ બાદ અન્ય સંતાનની અપેક્ષા રાખી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. બંનેએ સોશિયલ મીડિયા થકી આ જાણકારી ચાહકો સુધી પહોંચાડી હતી. હાલ રણવિર સિંહ ધૂરંધર ફિલ્મની (Ranveer Singh - Dhurandhar Film) સફળતાના ફળ ખાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ દીપિકા પણ મોટા પ્રોજેક્ટમાં પોતાનું નસીબ અજમાવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો ---------------- અભિનેતાના જીવનમાં મોટો વળાંક, Non-Veg ત્યજીને તુલસી માળા ધારણ કરી

Tags :
Advertisement

.

×