Rahul Vaidya એ દાખવી દેશભક્તિ, તુર્કીયેમાં પર્ફોર્મ કરવાની 'ના' પાડી
- સિંગર રાહુલ વૈદ્યે દાખવી દેશભક્તિ
- તુર્કીયેમાં 50 લાખની ઓફર ઠુકરાવી
- રાહુલે કહ્યું, દેશથી વધુ મહત્વનું કશુ જ નથી
Rahul Vaidya : ભારતમાં ઠેર ઠેર તુર્કીયેનો બોયકોટ થઈ રહ્યો છે. બીટાઉનના સેલિબ્રિટીઝ પણ આ ટ્રેન્ડમાં જોડાઈ રહ્યા છે. હવે તુર્કીયેના બોયકોટમાં સિંગર રાહુલ વૈદ્ય (Rahul Vaidya) પણ જોડાયો છે. તુર્કીયેમાં એક લગ્નમાં પર્ફોર્મ કરવા માટે સિંગર રાહુલ વૈદ્યને રુ. 50 લાખની ઓફર થઈ હતી. જો કે ગાયકે દેશભક્તિ દાખવીને આ ઓફર રીજેક્ટ કરી છે. રાહુલનું કહેવું છે કે, દેશથી વધુ મહત્વનું કશુ જ નથી.
50 લાખ રુપિયાની ઓફર નકારી
બીટાઉનના સેલિબ્રિટીઝ તુર્કીયેનો બોયકોટ કરી રહ્યા છે. આ બોયકોટ દિવસે દિવસે સઘન બની રહ્યો છે. બોલિવૂડના સિંગર Rahul Vaidya એ પણ બોયકોટ તુર્કીયે (Boycott Turkey) ના ટ્રેન્ડ અનુસાર એક મસમોટી ઓફર ઠુકરાવી દીધી છે. જેમાં 5 જુલાઈના રોજ Turkey ના અંતાલ્યામાં એક લગ્નમાં પર્ફોર્મ કરવાનો સિંગરે ઈનકાર કર્યો છે. આ માટે રાહુલે 50 લાખ રૂપિયાની ઓફર ફગાવી દીધી છે. સિંગરે કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતમાં હતો.
આ પણ વાંચોઃ Kamal Haasan ની અપકમિંગ ફિલ્મ ઠગલાઈફનું ટ્રેલર લોન્ચ થતાં વેત વાયરલ થયું
શું કહે છે રાહુલ વૈદ્ય ?
તુર્કીયેમાં 50 લાખ રુપિયાની ઓફર નકાર્યા બાદ Rahul Vaidya એ કહ્યું કે, આ ઓફર ખૂબ સારી હતી. તેઓ મને 50 લાખ રૂપિયા આપી રહ્યા હતા પણ મેં તેમને કહ્યું કે કોઈ કામ, કોઈ પૈસા અને કોઈ ખ્યાતિ દેશના હિતથી મોટી હોઈ શકે નહીં. તેમણે મને હજુ વધુ ઓફર કરી, પણ મેં તેમને સ્પષ્ટ કહ્યું કે વાત પૈસાની નથી. આ મુદ્દો તેના કરતાં ઘણો મહત્વપૂર્ણ છે. આ મારા વ્યક્તિગત વિશે નથી પણ રાષ્ટ્ર વિશે છે અને આપણે આપણા રાષ્ટ્ર સાથે ઊભા રહેવું જોઈએ. આજે હું જે કંઈ છું તે મારા દેશ અને મારા દેશવાસીઓને કારણે છું. મારા દેશ અને દેશવાસીઓના હિતની વિરુદ્ધ જનાર કોઈપણ વ્યક્તિ કે દેશને સહન કરવામાં આવશે નહીં.
Jai Hind 🇮🇳 pic.twitter.com/FNm4cw3Ajz
— RAHUL VAIDYA RKV (@rahulvaidya23) May 19, 2025
રાહુલ વૈદ્યની અપીલ
તુર્કીયે સંદર્ભે Rahul Vaidya એ અપીલ કરતા કહ્યું છે કે, ભારતીયો Turkey માં લગ્નોનું આયોજન કરીને ખૂબ નાણાં ખર્ચે છે. ભારતીયો તુર્કીયેને મોટો બિઝનેસ આપી રહ્યા છે. આપણે તેમને કરોડો રૂપિયાની કમાણી કરાવીએ છીએ અને તેઓ આ રીતે વળતો જવાબ આપે છે ? જે દેશ આપણને વફાદાર નથી ત્યાં આપણે શા માટે પૈસા ખર્ચવા જોઈએ ? જે કોઈ મારા દેશની વિરુદ્ધ છે તે મારી વિરુદ્ધ છે.
આ પણ વાંચોઃ Dhamaal-4 : ધમાચકડી મચાવતી Ajay Devgan સ્ટારર ધમાલ-4ની રિલીઝ ડેટ કરાઈ જાહેર