રુ. 60 કરોડના કૌભાંડમાં બિપાશા અને નેહાના નામ લઈને રાજ કુન્દ્રાએ શું કર્યા ખુલાસો?
- 60 કરોડના કૌભાંડમાં રાજ કુન્દ્રાનો ચોંકાવનારો ખુલાસો (Raj Kundra scam)
- રાજ કુન્દ્રાએ મુંબઈની EOWની ઓફિસમાં નોંધાવ્યુ નિવેદન
- બિપાશા અને નેહાને ફી ચૂકવ્યાનો રાજ કુન્દ્રાનો દાવો
- EOWએ અત્યાર સુધી 25 કરોડના વ્યવહાર શોધી નાખ્યા
Raj Kundra scam : રુ.60 કરોડના કથિત છેતરપિંડીના નવા કેસમાં, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ, ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) ને આપેલા પોતાના નિવેદનમાં, કુન્દ્રાએ દાવો કર્યો હતો કે છેતરપિંડીનો મોટો હિસ્સો બોલિવૂડ અભિનેત્રીઓ બિપાશા બાસુ અને નેહા ધૂપિયાને તેમની ફી તરીકે ચૂકવવામાં આવ્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, તપાસકર્તાઓએ શોધી કાઢ્યું છે કે રાજ કુન્દ્રાની કંપનીના ખાતામાંથી સીધા પૈસા શિલ્પા શેટ્ટી, બિપાશા બાસુ અને નેહા ધૂપિયા સહિત ચાર અભિનેત્રીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. EOW એ અત્યાર સુધીમાં આશરે રુ.25 કરોડના સીધા વ્યવહારો શોધી કાઢ્યા છે. આ ઉપરાંત, તપાસમાં બાલાજી એન્ટરટેઈનમેન્ટ સાથે સંકળાયેલા વ્યવહારો પણ બહાર આવ્યા છે.
એવું પણ બહાર આવ્યું છે કે નોટબંધી દરમિયાન, કંપનીના નાણાકીય વ્યવહારો પ્રભાવિત થયા હતા, જેના પગલે કેટલાક શંકાસ્પદ ભંડોળ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. EOW એ આ તમામ વ્યવહારોના પુરાવા એકત્રિત કર્યા છે અને હવે વધુ તપાસ માટે તૈયારી કરી રહી છે.
દીપક કોઠારીના આરોપો અને પોલીસ કાર્યવાહી
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આરોપ લગાવ્યો કે 2015 થી 2023 દરમિયાન તેમણે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની કંપની, બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં રુ.60.48 કરોડ (આશરે $1.5 બિલિયન)નું રોકાણ વ્યવસાય વિસ્તરણ માટે કર્યું. કોઠારીનો આરોપ છે કે આરોપીઓએ આ પૈસાનો ઉપયોગ પોતાના અંગત લાભ માટે કર્યો હતો.
બેસ્ટ ડીલ સંબંધિત વીડિયો સબમિટ કરવા કહ્યું (Raj Kundra scam)
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસની EOW એ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને દેશ છોડીને જતા અટકાવવા માટે લુકઆઉટ નોટિસ જારી કરી છે. પોલીસે રાજ કુન્દ્રાને નિવેદન માટે સમન્સ પાઠવ્યા હતા અને તેમની કંપનીના "બેસ્ટ ડીલ" સંબંધિત વીડિયો સબમિટ કરવા કહ્યું હતું. જોકે, કુન્દ્રાએ દાવો કર્યો છે કે આ વીડિયો પહેલાથી જ વેચાઈ ચૂક્યા છે. EOW કેસમાં સામેલ અન્ય વ્યક્તિઓને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે.
આ પણ વાંચો : Disha Patani house firing : Thank You યોગીજી, જાણો કેમ દિશા પટણીના પિતા જગદીશ પટણીએ માન્યો આભાર?