Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Raja Shivaji ના ટ્રેલર લોન્ચમાં Riteish Deshmukh થયો અત્યંત ભાવુક, જુઓ વાયરલ વિડિયો

મુંબઈમાં Raja Shivaji Trailer Launch દરમિયાન રિતેશ દેશમુખ અત્યંત ભાવુક થઈ ગયો હતો. વર્ષોની મહેનત બાદ આ ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થતા તેની આંખમાં આંસુ આવી ગયા હતા. આ પ્રસંગે અભિષેક બચ્ચન અને સંજય દત્ત જેવી હસ્તીઓએ તેને ટેકો આપ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથા રજૂ કરતી આ ફિલ્મ ૧ મેના રોજ રિલીઝ થશે.
raja shivaji ના ટ્રેલર લોન્ચમાં  riteish deshmukh થયો અત્યંત ભાવુક  જુઓ વાયરલ વિડિયો
Advertisement
  • Raja Shivaji ના ટ્રેલર લોન્ચમાં ભાવુક દ્રશ્યો
  • અભિષેક બચ્ચનને ગળે લગાડી રિતેશે માન્યો આભાર
  • પરંપરાગત લૂકમાં જેનેલિયા દેશમુખ પણ થઈ ભાવુક
  • મહેશ માંજરેકરે રિતેશના વિઝનના કર્યા પેટભરીને વખાણ
  • 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસે ફિલ્મ થશે સિનેમાઘરોમાં રિલીઝ

બોલિવૂડ અને મરાઠી સિનેમાના સુપરસ્ટાર રિતેશ દેશમુખની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાજા શિવાજી' (Raja Shivaji Trailer Launch) નું ટ્રેલર લોન્ચ મુંબઈમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિતેશ દેશમુખ તેના વર્ષોના સંઘર્ષ અને મહેનતને યાદ કરીને અત્યંત ભાવુક (Emotional) થઈ ગયો હતો અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. તેણે ખાસ કરીને અભિષેક બચ્ચનનો આભાર માન્યો હતો, જે તેના આ મુશ્કેલ પ્રવાસમાં ભાઈની જેમ મક્કમતાથી ઉભો રહ્યો હતો.

Raja Shivaji Trailer Launch :અભિષેક બચ્ચન અને સંજય દત્તની હાજરી

આ ઈવેન્ટમાં સંજય દત્ત (Sanjay Dutt), અભિષેક બચ્ચન અને વિદ્યા બાલન જેવી હસ્તીઓ હાજર રહી હતી. રિતેશ દેશમુખે (Raja Shivaji Trailer Launch) મરાઠીમાં ભાષણ આપતા કહ્યું કે, 'હું આખી ટીમનો આભારી છું જેમણે આ ફિલ્મનો હિસ્સો બનવાનું નક્કી કર્યું. અભિષેક મારા માટે સ્તંભની જેમ રહ્યો છે.' પતિને રડતા જોઈને ફિલ્મની નિર્માતા અને રિતેશની પત્ની જેનેલિયા દેશમુખ (Genelia Deshmukh) પણ ભાવુક થઈ ગઈ હતી. જેનેલિયા પરંપરાગત નવવારી સાડી અને નથમાં અત્યંત સુંદર લાગી રહી હતી.

Advertisement

Advertisement

ઐતિહાસિક ગાથાની ભવ્યતા

ફિલ્મમાં 'જીજાઉ' ની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી ભાગ્યશ્રીએ (Bhagyashree) પોતાના પાત્રની ઊંડાઈ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે આ પાત્ર સ્વરાજ્યનો પાયો છે. જીઓ સ્ટુડિયો અને મુંબઈ ફિલ્મ કંપની દ્વારા નિર્મિત આ ફિલ્મ ૧ મેના રોજ 'મહારાષ્ટ્ર દિવસ' (Maharashtra Day) ના અવસરે મરાઠી અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત આ ફિલ્મ ભારતીય ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે.

આ પણ વાંચો : Mukesh Ambani ના બર્થડે પર Nita Ambaniએ પહેરી લાલ સાડી, રોયલ લૂક જોઈ ફેન્સ થયા ફિદા!

Tags :
Advertisement

.

×