ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajamouli અને મહેશ બાબુ ભારતીય સિનેમામાં તાંડવ મચાવવા છે તૈયાર...

Rajamouli And Mahesh Babu Film : ફિલ્મ SSMB29 નું નામ પણ X પર ટ્રેન્ડ કરી રહ્યું છે
04:34 PM Jan 02, 2025 IST | Aviraj Bagda
Rajamouli And Mahesh Babu Film : ફિલ્મ SSMB29 નું નામ પણ X પર ટ્રેન્ડ કરી રહ્યું છે
Mahesh Babu Begins Shooting For SS Rajamouli's Upcoming Movie SSMB29

Rajamouli And Mahesh Babu Film : S. S. Rajamouli એ પોતાની સૌથી મોંઘી અને મોસ્ટ અવેટેડ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. S. S. Rajamouli એ બાહુબલી અને આરઆરઆર જેવી વિશ્વવિખ્યાત ફિલ્મો બનાવીને પોતાના કૌશલ્યને વિશ્વસ્તરે વિકસાવ્યું છે. ત્યારે S. S. Rajamouli એ પોતાની મનપસંદ ઝોનરવાળી ફિલ્મની હવે તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં મુખ્ય કિરદાર તરીકે સાઉથના સુપરસ્ટાર Mahesh Babuને પસંદ કરવામાં આવ્યા છે.

Mahesh Babu પૂજા સમારોહમાં જતો જોવા મળ્યો

S. S. Rajamouli ની આ ફિલ્મનું બજેટ રૂ. 1000 રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત આ રોજ ફિલ્મની આજે પૂજાવિધિ રાખવામાં આવી હતી. તો Mahesh Babu અને Rajamouliનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો Mahesh Babu પૂજા સમારોહમાં જતો જોવા મળે છે. અત્યાર સુધી બંને તરફથી કોઈએ કોઈ સત્તાવાર પોસ્ટ કે માહિતી શેર કરી નથી. પરંતુ જ્યાં પૂજા સમારોહ યોજાયો હતો તે જગ્યાને ફૂલોથી શણગારવામાં આવી છે.

આ પણ વાંચો: Game Changer: રામ ચરણની ફિલ્મ 'Game Changer' ના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર

ફિલ્મ SSMB29 નું નામ પણ X પર ટ્રેન્ડ કરી રહ્યું છે

તે ઉપરાંત Rajamouli ની પત્ની પણ પૂજા સમારોહના સ્થળે જતી જોવા મળી હતી. આ સિવાય Mahesh Babu ની કાર પણ જોવા મળી હતી. જો કે કારમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. S. S. Rajamouli અને Mahesh Babu ની ફિલ્મ SSMB29 નું નામ પણ X પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે, SSMB29 ને બે ભાગમાં બનાવવામાં આવશે.

મહેશ બાબુની સાથે પ્રિયંકા ચોપરા પણ જોવા મળશે

બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે, SSMB29 માં મહેશ બાબુની સાથે પ્રિયંકા ચોપરા પણ જોવા મળશે. કારણ કે... રાજામૌલીએ તાજેતરમાં પ્રિયંકા ચોપરા સાથે અનેકવાર વાર્તાલાપ કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. તેની સાથે ફિલ્મમાંથી પૃથ્વીરાજ સુકુમારનનું નામ પણ બહાર આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પૃથ્વીરાજ તે વિલન બનવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: જે લંગડાએ દેશમાં સેંકડો બળાત્કાર કર્યા તેનું નામ તમે બાળકને આપ્યું, કરીના-સૈફ પર કુમાર વિશ્વાસ ભડક્યા

Tags :
Gujarat FirstMahesh BabuMahesh Babu New Moviepriyanka chopraRajamouli And Mahesh Babu Filmss rajamouliss rajamouli mahesh babussmb 29SSMB29SSMB29 Moviessmb29 pooja ceremonyTOLLYWOOD
Next Article