Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajinikanth ના નિવાસસ્થાને અચાનક પ્રેસ કોન્ફરન્સ! Thalapathy Vijay ના CM બનવા પર 'થલાઈવા' એ કહી આ ચોંકાવનારી વાત

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી સોશિયલ મીડિયાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે અભિનેતા વિજયની ઐતિહાસિક જીતને બિરદાવતા તેને પ્રશંસનીય ગણાવી છે. સાથે જ, એમ.કે. સ્ટાલિન સાથેની પોતાની મિત્રતા રાજકારણથી પર હોવાનું જણાવી તેમની હાર પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત, વિજયની ફિલ્મ 'જન નાયક' લીક થવા બદલ તેમણે પાયરસી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
rajinikanth ના નિવાસસ્થાને અચાનક પ્રેસ કોન્ફરન્સ  thalapathy vijay ના cm બનવા પર  થલાઈવા  એ કહી આ ચોંકાવનારી વાત
Advertisement
  • ચેન્નાઈમાં 'થલાઈવા' એ અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી વિરોધીઓને આપ્યો જવાબ
  • વિજયે બે મોટી પાર્ટીઓને હરાવી મુખ્યમંત્રી બનીને મને ચોંકાવી દીધો: રજનીકાંત
  • એમ.કે. સ્ટાલિન સાથેની મારી મિત્રતા પર રાજકારણ ન કરો, હારનું દુઃખ છે
  • વિજયની ફિલ્મ 'જન નાયક' લીક થવા બદલ રજનીકાંતે વ્યક્ત કરી સખત નારાજગી
  • સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ અને મિશ્રણ (Merger) ની વાતો ફગાવી

તમિલ સિનેમાના મહાનાયક રજનીકાંતે (Rajinikanth) રવિવારે સવારે ચેન્નાઈના પોએસ ગાર્ડન સ્થિત પોતાના નિવાસસ્થાને એક અચાનક પ્રેસ કોન્ફરન્સ (Press Conference) બોલાવી હતી. તમિલનાડુ ચૂંટણીના પરિણામો બાદ તેમની ચૂપકીદીને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી, જેનો જવાબ સુપરસ્ટારે પોતે આપ્યો છે. સાઉથના અન્ય એક મોટા સ્ટાર વિજયની (Thalapathy Vijay) પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) એ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત (Historic Victory) મેળવી છે. આ મુદ્દે ચાલી રહેલી Rajinikanth Press Conference (રજનીકાંતની પ્રેસ કોન્ફરન્સ) માં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ચૂપ રહીને જૂઠાણાને સાચું સાબિત થવા દેવા માંગતા નથી.

Advertisement

 એમ.કે. સ્ટાલિન સાથેની મુલાકાત પર ખુલાસો

ચૂંટણી પરિણામો બાદ રજનીકાંત એમ.કે. સ્ટાલિનને (M.K. Stalin) મળવા ગયા હતા, જેની સોશિયલ મીડિયામાં ટીકા થઈ હતી. આ અંગે સ્પષ્ટતા કરતા રજનીકાંતે કહ્યું, "અમારી મિત્રતા રાજકારણથી ઉપર છે. સ્ટાલિન કુલાથુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા તેનું મને વ્યક્તિગત રીતે દુઃખ છે." તેમણે ઉમેર્યું કે તેઓ વિજયની સફળતાથી પણ ખૂબ જ આશ્ચર્યચકિત છે. વિજયે તમિલનાડુની બે સ્થાપિત પાર્ટીઓ સામે એકલે હાથે લડીને મુખ્યમંત્રી પદ હાંસલ કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.

Advertisement

 પાયરસી સામે કડક વલણ

વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયક' (Jana Nayak) ઓનલાઇન લીક થવા મુદ્દે પણ રજનીકાંતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને આ ઘટનાની નિંદા કરી હતી અને સરકારને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. સુપરસ્ટારે સાફ કર્યું કે ભલે તેઓ રાજકારણથી દૂર છે, પણ સિનેમા અને સાચા પ્રયાસોનું સન્માન તેઓ હંમેશા કરતા રહેશે.

આ પણ વાંચો : Kamal Haasan નો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આકરો સવાલ, 'શું પેરિસમાં જ..!'

Tags :
Advertisement

.

×