Rajpal Yadav Bail Case Update: ’25 તક આપી પણ તમે કાયદો મજાક સમજો છો’, હાઈકોર્ટે રાજપાલ યાદવને ખખડાવ્યા!
- રાજપાલ યાદવને કોર્ટની ફટકાર: '25 તક આપી પણ તમે વાદો ન નિભાવ્યો'
- 9 કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ
- વારંવારની તક છતાં લેણું ન ચૂકવતા જજ અભિનેતા પર થયા નારાજ
- આત્મસમર્પણમાં વિલંબ બદલ કોર્ટે રાજપાલ યાદવની ઝાટકણી કાઢી
- પરિવારમાં લગ્નના નામે વચગાળાના જામીન માટે કરાઈ હતી અરજી
Rajpal Yadav Bail Case Update : બોલિવૂડ (Bollywood) ના લોકપ્રિય કોમેડિયન રાજપાલ યાદવ (Rajpal Yadav) હાલમાં 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ (Check Bounce Case) માં તિહાર જેલ (Tihar Jail) માં બંધ છે. 12 ફેબ્રુઆરી 2026 ના રોજ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માં તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અદાલતે અભિનેતા દ્વારા અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ કડક વલણ અપનાવ્યું હતું.
અદાલતે વ્યક્ત કરી નારાજગી
સુનાવણી દરમિયાન જજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સહાનુભૂતિ તેની જગ્યાએ છે, પરંતુ કાયદાનું પાલન અનિવાર્ય છે." કોર્ટે નોંધ્યું હતું કે રાજપાલ યાદવે શરૂઆતના નિર્દેશો છતાં આત્મસમર્પણ (Surrender) કર્યું ન હતું અને બીજા આદેશ પછી જ તેઓ જેલ પહોંચ્યા હતા. અભિનેતાના વકીલે પરિવારમાં લગ્ન હોવાથી વચગાળાના જામીન (Interim Bail) ની માંગ કરી છે અને લેણું ચૂકવવાની ખાતરી આપી છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ વર્ષો જૂનો છે, જે એક ફિલ્મ નિર્માણ માટે લેવામાં આવેલા 5 કરોડ રૂપિયાના વ્યવહારથી શરૂ થયો હતો. વ્યાજ સાથે આ રકમ હવે 9 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. શરતોનું પાલન ન થવાને કારણે અંતે 5 ફેબ્રુઆરીએ રાજપાલ યાદવે આત્મસમર્પણ કરવું પડ્યું હતું.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવી વહારે
મુશ્કેલ સમયમાં સલમાન ખાન (Salman Khan), સોનુ સૂદ (Sonu Sood), અજય દેવગન (Ajay Devgn) અને વરુણ ધવન (Varun Dhawan) જેવા કલાકારોએ ટેકો જાહેર કર્યો છે. ગાયક અનુપ જલોટા (Anup Jalota) અને ગુરુ રંધાવા (Guru Randhawa) એ પણ આર્થિક મદદની જાહેરાત કરી છે. રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે (Radha Yadav) કપરા સમયમાં સાથ આપનાર તમામનો આભાર માન્યો છે.
આ પણ વાંચો : તાપસી પન્નુની ફિલ્મ 'અસ્સી' માટે સ્પેશિયલ અપીલ, શું તમે વાંચી આ પોસ્ટ?


